કોરોના સામે લડવા માટે મોદીએ શુક્રવારે વધુ એક મંત્ર આપી દીધો.મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીના કોરોના ફ્રન્ટ વોરીયર્સને સંબોધન કરતાં ‘જહાં બિમાર, વહીં ઉપચાર’ મંત્ર આપીને લોકોને ઝડપથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે હાકલ કરી.આ સંબોધન દરમિયાન કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રધ્ધાંજલિ આપતાં મોદી ભાવુક થઈ ગયા અને થોડીક સેકંડો માટે બોલતા બંધ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર મોદીની ભારે ટીકા થઇ
ભાજપે સોશિયલ મીડિયા પર મોદીની ભાવુકતાનો વીડિયો વાયરલ કરવા મથામણ કરી પણ લોકોએ વધારે રસ મોદીના મંત્રમાં અને સ્પષ્ટ રીતે કહીએ તો આ મંત્રની ટીકા કરવામાં બતાવ્યો છે.લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે,કોરોનાને હરાવવા અને લોકોના જીવ બચાવવા માટે મંત્રની નહીં પણ સક્ષમ આરોગ્ય તંત્રની જરૂર છે.મોદીએ મંત્રો આપવાના બદલે તંત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કેટલાકે મોદીએ ભૂતકાળમાં આપેલા આત્મનિર્ભરતા સહિતના મંત્રોને યાદ કરીને સવાલ કર્યો કે, મોદી દર મહિને નવો મંત્ર આપે છે પણ તેના કારણે દેશમાં કશું બદલાયું ખરું ?