દેશમાં કોરોના સંક્રમણની કામગીરીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ સામે દેશ-વિદેશમાં પ્રશ્ર્ન ઉભા થયા છે અને ભાજપ આ ઇમેજ બચાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યો છે અને તેમાં હાલ કોરોના ટુલકીટનો વિવાદ પણ સર્જાયો છે અને ભાજપનો આક્ષેપ એવો છે કે કોંગ્રેસ આવી ટુલકીટના આધારે મોદીની ઇમેજને બગાડવા પ્રયત્ન કરે છે જોકે આ અંગે ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ કરેલા એક ટવીટને ટવીટરે મેનીયુપુલેટેડ જાહેર કરીને આ ટવીટમાં જે માહિતી આપવામં આવી છે તે શંકાસ્પદ છે અથવા સ્ત્રોત વગરની છે અથવા તો માહિતી સાથે ચેડા થયા છે તેવું જણાવીને ભાજપ અને સંબીત પાત્રને મોટો આંચકો આપ્યો,જોકે કેન્દ્ર સરકાર તેમાં વચ્ચે આવી છે અને ટવીટરને આ પ્રકારની ટેગ હટાવવા જણાવ્યું છે.તો બીજી તરફ સંબીત પાત્રાએ ટવીટરને પણ હવે ડાબેરી ગણાવીને જણાવ્યું છે કે તે પણ સરકાર વિરોધી ટવીટને વધુ મહત્વ આપે છે. ટવીટર સહિતના સોશ્યલ મીડીયાના આધારે ભાજપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ઇમેજ બનાવી છે અને જયાંથી સુધી આ મીડીયામાં વાહ વાહ થતી હતી ત્યાં સુધી તે ભાજપને પસંદ હતું હવે વાસ્તવિકતા સામે આવતા જ પાત્રા માટે ટવીટરએ ડાબેરી થઇ ગયું છે. જેની પણ સોશ્યલ મીડીયામાં ભારે ટીકા છે.