ભારતને મેનાં અંત સુધી મળી જશે Sputnik Vનાં 30 લાખ ડોઝ, 85 કરોડ રસીનાં ડોઝનું પ્રોડક્સન કરાશે

237

નવી દિલ્હી, 22 મે 2021 શનિવાર : રશિયન વેક્સિન સ્પુટનિક વીનું અછત દુર થાય તેવું જણાઇ રહ્યું છે,ભારતનાં રશિયા સ્થિત રાજદુત વેંકટેશ વર્માએ શનિવારે જણાવ્યું કે ઓગસ્ટ સુધી ભારતમાં સ્પુટનિક-વીનું પ્રોડક્સન શરૂ થઇ જશે,ત્યાં જ મે મહિનાનાં અંતમાં ભારતને રશિયા 30 લાખ વધુ સ્પુટનિકનાં ડોઝ પુરા પાડશે,દેશમાં કુલ 85 કરોડ વેક્સિનનાં ડોઝનું પ્રોડક્સન કરવામાં આવશે.

ભારતમાં અત્યાર સુધી દોઢ લાખ અને 60 હજાર સ્પુટનિકનાં ડોઝની સપ્લાય કરવામાં આવી છે, જુન મહિનામાં તે વધીને 50 લાખ થવાની આશા છે,તે સાથે જ ભારતમાં સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રશિયાની વેક્સિનનું પ્રોડક્સન શરૂ થઇ જશે,હાલમાં ભારતમાં કુલ 85 કરોડ ડોઝનું પ્રોડક્સન કરવામાં આવી રહ્યું છે.ભવિષ્યમાં ભારતમાં સૌથી વધુ એટલે કે 65-70 ટકા વેક્સિનનું પ્રોડક્સન ભારતમાં થશે,અને તેને તબક્કાવાર રીતે વધારવામાં આવશે અને આ સિધ્ધી ડોયરેક્ટ એક્ક્ષપોર્ટ, ફિલ એન્ડ ફિનિશ મોડ અને ફુલ પ્રોડક્સન માટે ભારતિય કંપનીઓને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.

ભારતમાં રશિયન સ્પુટનિક લાઇટને જો નિયમનકારી મંજુરી મળી જશે તો રશિયાનાં સહયોગથી તેનું પણ ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે,રશિયન પક્ષે સ્પુટનિક લાઇટ માટે પણ પ્રસ્તાવ મુક્યો છે, જો કે હાલ નિયમનકારી મંજુરી પુરી થઇ નથી.

Share Now