લગ્નના ૧૪ વર્ષ પછી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા ખાનગી કંપનીના મેનેજર દ્વારા પત્નીને મારઝુડ કરીને ત્રાસ આપવામાં આવતો હતો.જે અંગે પરિણીતાએ ગોત્રી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાસણા ભાયલી રોડ પર સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતી હર્ષિતા તૃણાલભાઇ જરીવાલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,મારા પતિ વર્ષ ૨૦૧૯ થી બોમ્બે લેબરટોરેસ પ્રા.લિ.માં મેનેજર તરીકે નોકરી કરે છે.મારા લગ્ન વર્ષ ૨૦૦૩ માં તૃણાલ રહે.(શક્તિનગર,ઉધના ,સુરત) સાથે થયા હતા.મારા પતિ બોમ્બેમાં નોકરી કરતા હોય,મહિનામાં બે-ત્રણ વખત વડોદરા આવતા હતા.છેલ્લા ચાર વર્ષથી મારા પતિને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય તેઓ અવાર નવાર કોઇને કોઇ બહાને મારી સાથે ઝઘડો કરી મારઝુડ કરતા હતા.આ બાબતની જાણ મેં મારા સાસુ,સસરા અને જેઠ,જેઠાણીને કરી હતી.ગત તા.૧૪ મી એપ્રિલે યુવતીની માતા મારા ઘરે આવી હતી અને કહ્યુ હતું કે,તારો પતિ મારી છોકરીને ગઇકાલે ભગાડી ગયો છે.હમણા તૃણાલ ક્યાં છે?મેં કહ્યું કે મારા પતિ તો ઘરમાં ઉંઘે છે.ત્યારબાદ યુવતીની માતા મારી સાથે ઝઘડો કરીને જતી રહી હતી.અને તેમણે મારા પતિ વિરૃદ્ધ અરજી આપી હતી.મારા પતિને સાંજે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.જેથી,હું ,મારો પુત્ર તથા છોકરીના મા-બાપ પોલીસ સ્ટેશન ગયા હતા.પોલીસ સ્ટેશનથી ઘરે ગયા પછી મારા પતિએ મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.મારા પતિ છેલ્લા એક મહિનાથી નોકરી પર ગયા નથી.અને ગત ૨૮ મી એપ્રિલે મારા પતિ સુરત જવાનુ કહીને ઘરેથી જતા રહ્યા હતા.મેં યુવતીની માતાને પૂછતા તેમણે જણાવ્યુ હતું કે,તારો પતિ મારી પુત્રીને ભગાડીને લઇ ગયો છે.મારા પતિ અવાર નવાર ઘરે આવીને મને તથા મારા પુત્રને મારઝુડ કરે છે.અને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપે છે.
ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.