ગણદેવી : સમગ્ર ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે એલ.એન્ડ ટી. કંપની દ્વારા 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો યુનિટ નવસારી સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો છે.દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યા છે.જે પૈકી તૈયાર થયેલા એક યુનિટને આજે નવસારી સિવિલ હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષતામાં અર્પણ કરવામાં આવ્યું છે.હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ પ્રતિ મિનિટે 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ,ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,નવસારી જિલ્લા ભાજપના પ્રભારી રણજીતભાઈ ચીમના,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,મહામંત્રી જીજ્ઞેશભાઈ નાયક, ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા હાજર રહ્યા હતા.