મોદી સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યું WhatsApp, સોશિયલ મીડિયા ગાઈડલાઈનને કરી ચેલેન્જ

241

નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે

નવી દિલ્હી, તા. 26 મે : સરકારના નવા ડિજિટલ નિયમોના વિરોધમાં વ્હોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે. વ્હોટ્સએપ દ્વારા નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવા કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરૂદ્ધ છે. કોર્ટમાં વ્હોટ્સએપે આ નવા કાયદાઓને ગેરબંધારણીય ગણાવ્યા છે કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમાય છે.

વ્હોટ્સએપ નવા ડિજિટલ નિયમોની વિરૂદ્ધમાં છે.નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પોસ્ટ સૌથી પહેલા કોણે કરી એવું પુછવામાં આવે તો તેને જવાબ આપવો પડશે.આ નવા નિયમોના કારણે વ્હોટ્સએપ સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યું છે.

ભારતીય આઈટી રુલ્સ ચેલેન્જ કરવા મુદ્દે વ્હોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવી મતલબ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વ્હોટ્સએપ પાસે હશે.તેનાથી યુઝરની પ્રાઈવસી જે તેમનો ફંડામેન્ટલ રાઈટ છે તે ભંગ થશે.તેઓ ભારત સરકાર સાથે વાતચીત ચાલુ રાખીને આ અંગે સમાધાન શોધવા પ્રયત્ન કરશે.તેમાં જો તેમના પાસે કોઈ લીગલ વેલિડ રિક્વેસ્ટ આવશે તો તેને લઈને તેઓ તેમના પાસે ઉપલબ્ધ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવશે.

Share Now