– પિરામલ ગ્રુપના ચેરમેન અને મુકેશ અંબાણીના વેવાઈ અજય પિરામલ માટે રાહતના સમાચાર
– COCએ ઓક્શન પ્રક્રિયા હેઠળ DHFLને પિરામલ ગ્રૂપને આપવા માટેનો મત કર્યો
– DHFLને 34250 કરોડમાં ખરીદશે
પિરામલ ગ્રુપના ચેરમેન અને મુકેશ અંબાણીના વેવાઈ અજય પિરામલ માટે એક રાહતના સમાચાર છે.નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલે મુંબઈની DHFLના આદેશને અટકાવી દીધો છે. NCLATએ DHFLના પૂર્વ પ્રવર્તક કપિલ વધાવનના પ્રસ્તાવ પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. NCLATના ચેરમેન આઈએસ ચીમા અને બીજા સભ્ય વી પી સિંહે NCLATના આદેશ પર પ્રસ્તાવ મૂક્યો.આ વાત સાથે જોડાયેલા સભ્યએ જણાવ્યું કે NCLAT, મુંબઈ દ્વારા 19 મે એ આદેશ આપ્યો હતો કે DHFLના લેન્ડર્સ વધાવન દ્વારા આપેલ પ્રસ્તુતિ પર વિચાર કરે.
શું છે સમગ્ર મામલો
આ વર્ષે જાન્યુઆરીમાં COCએ ઓક્શન પ્રક્રિયા હેઠળ DHFLને પિરામલ ગ્રૂપને આપવા માટેનો મત કર્યો હતો. NCLATએ આદેશ DHFL તરફથી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આપેલ આવેદનના આધારે આપ્યો હતો પણ આ આદેશને હજી અપીલીય ન્યાયાધિકરણની વેબસાઇટ પર મૂકવામાં નથી આવ્યો. NCLAT એ ગયા અઠવાડિયે રિઝર્વ બેન્ક દ્વારા નિયુક્ત DHFLના પ્રશાસકને આદેશ આપ્યો હતો કે તેઓ જેલમાં બંધ વિધાવન દ્વારા કરેલ સમાધાન યોજનાને COCની સામે રાખે.જેના માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો.
DHFLને 34250 કરોડમાં ખરીદશે
આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં RBIએ પિરામલ ગ્રુપેને 34250 કરોડ રૂપિયામાં DHFLને ખરીદવાની મંજૂરી આપી દીધી હતી. COCએ આ સમાધાનની મંજૂરી જાન્યુઆરીમાં જ આપી દીધી હતી.અજય પિરામલ દેશના વિખ્યાત ધનિક મુકેશ અંબાણીના વેવાઈ છે.તેમનો બિઝનેસ ફાઈનાન્સિયલ સર્વિસ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં છે.આ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ તેમનો બિઝનેસ છે.તેમના દીકરા આનંદ પિરામલના લગ્ન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી સાથે થયા છે.