નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા ડિજિટલ નિયમો વિરુદ્ધ વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.વોટ્સએપે કોર્ટમાં અપીલ કરતા કહ્યું છે કે નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવામાં આવે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધ છે. કોર્ટમાં વોટ્સએપે જણાવ્યું છે કે ઈન્ટરમીડિયરરીઝ માટેના નવા આઈટી નિયમો ગેરકાયદે અને ગેરબંધારણીય છે કારણ કે યુઝર્સની ગોપનિયતા ખતરમાં આવે છે.
વોટ્સએપે કહ્યું કે તે નવા ડિજિટલ નિયમોની વિરુદ્ધ છે.નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓને સૌપ્રથમ પોસ્ટ કોણે કરે તેવું પૂછાતા તેની વિગતો આપવી પડશે.આ નવા નિયમથી સૌથી વધુ વોટ્સએપ પ્રભાવિત થઈ રહ્યું છે.કંપનીના પ્રવક્તાના મતે કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવાનો અર્થ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વોટ્સએપ પાસે હશે.આમ કરવાથી યુઝરની પ્રાઈવસી જે તેનો મૂળભૂત અધિકાર છે તેનો ભંગ થશે.
આ મુદ્દે અમે ભારત સરકાર સાથે પણ વાતચીત ચાલુ રાખીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું.આ નિયમ અંતર્ગત કોઈ વ્યાજબી કાયદાકીય અરજી અમારી સમક્ષ આવે છે તો તેને લઈને અમારી પાસે રહેલી તમામ માહિતી અમે ઉપલબ્ધ કરાવીશું.નવા નિયમ પર વોટ્સએપને જણાવાયું છે કે જે ફેક પોસ્ટ કરે છે તેના વિશે માહિતી આપવાની રહેશે.કંપનીએ આ મામલે જણાવ્યું કે તે કોઈ એક શખ્સની માહિતી આપી શકે નહીં કારણ કે તેના પ્લેટફોર્મ પર મેસેજ end-to-end encrypted હોય છે.આ એન્ક્રિપ્શન સિસ્ટમને લીધે મેસેજને વોટ્સએપ કે અન્ય ત્રીજી વ્યક્તિ જોઈ અથવા વાંચી શકતી નથી.
આ નિયમને પાળવા માટે કંપનીને રિસીવર અને સેન્ડર બન્નેનાના મેસેજનું એન્ક્રિપ્શન બ્રેક કરવું પડશે.વોટ્સએપના ભારતમાં 40 કરોડ યુઝર્સ છે.નવા નિયમોનું પાલન કરવું આ સ્થિતિમાં શક્ય નહીં હોવાથી વોટ્સએપ તે માટે અસમર્થતા દર્શાવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જાહેર કરેલા નવા આઈટી નિયોનું પાલન કરવાની આજે અંતિમ તારીખ છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન ઘડી છે.આ ગાઈડલાઈન મુજબ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝર બેઝ 50 લાખથી વધુ છે તેમણે સ્થાનિક કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ અધિકારી અને મુખ્ય ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી પડશે.