નવી દિલ્હી તા. ૨૬ : કોરોના મહામારીના કારણે પેદા થયેલી આર્થિક સ્થિતિની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારીના ભથ્થાને રોકી રાખ્યું છે.સરકારે જાન્યુઆરી ૨૦૨૦થી મોંઘવારી ભથ્થાને રોકી દીધું હતું.આ રોક જુન ૨૦૨૧ સુધી છે.
જાન્યુઆરી ૨૦૨૦માં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ચાર ટકા વધ્યું હતું.ત્યારબાદ બીજા ૬ મહિનામાં ત્રણ ટકાનો વધારો થયો. હવે જાન્યુઆરી ૨૦૨૧માં તે ચાર ટકા વધ્યો છે.આ પ્રકારે ડીએ ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થવાથી કેન્દ્રીય કર્મચારીને લાભ મળશે. જો કે સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમાં રોક લગાવી છે.પીએફની ગણતરી હંમેશા પગાર અને મોંઘવારી ભથ્થાને જોડીને કરવામાં આવે છે.તેથી મોંઘવારી ભથ્થામાં વધારાથી પીએફ બેલેન્સમાં પણ વધારો થશે.
ડીએમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ,એચઆરએ,ટ્રાવેલ અલાઉન્સ અને મેડિકલ અલાઉન્સ પ્રત્યક્ષ રીતે પ્રભાવિત થશે.ડીએ ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થવાની કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં વધારો થશે અને પીએફમાં તેનું યોગદાન પણ વધશે.પીએફનું બેલેન્સ વધવાથી તેના પર વ્યાજ પણ વધુ મળશે.કેન્દ્ર સરકારના કર્મચારીઓની પીએફ કન્ટ્રીબ્યુશન બેસિક સેલેરી પ્લસ ડીએના આધાર પર નક્કી થાય છે.એવામાં મોંઘવારી ભથ્થુ વધવાથી પીએફ કન્ટ્રીબ્યુશનમાં પણ વધારો થશે.
ભૂતપૂર્વ કર્મચારીઓને પણ ડીઆર ફાયદા પર લાગેલી રોક હટાવા અંગેની રાહ જોઇ રહ્યા છે.સરકારે જુન ૨૦૨૧ સુધી ડીએ અને ડીઆર ફ્રીઝ કરીને રાખ્યું છે.જો જુલાઇમાં ડીએ અને ડીઆર આપવામાં આવશે તો તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ કર્મચારીઓને થશે.