GST કાઉન્સિલની બેઠક પહેલા કેન્દ્ર-રાજ્ય નાણાંકીય પેકેજ જાહેર કરે : CAIT

264

સુરત : જીએસટી કાઉન્સિલની આવતીકાલ તા.28મીના રોજ મળી રહેલી બેઠક પૂર્વે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યોના નાણામંત્રીઓને પત્ર મોકલ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે હાલની કોરોના વાયરસે વ્યાપારિક પ્રવૃત્તિઓમાં ભારે અડચણ ઉભી કરી છે,જેના કારણે દેશના સ્થાનિક વેપારમાં ઘણો ઘટાડો થયો છે.લોક ડાઉન ખુલશે ત્યારે વેપારીઓને મોટા આથક સંકટનો સામનો કરવો પડશે.કેટએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉભા કર્યા છે.રિટર્ન ફાઇલ કરવા માટે લેટ ફી ચૂકવવા પર,વ્યાજ વગેરે માફ કરવા જોઈએ.જીએસટી.વળતરની જગ્યાએ ટેક્સની ચુકવણીનો આધાર ચલણ બનાવવો જોઈએ.

ઇ-વે બિલમાં નજીવા ભૂલોને કારણે તકનીકી ધોરણે વાહનો કબજે ન કરવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવે અને આ સૂચનાઓ ડિસેમ્બર 2021 સુધી અમલમાં રહેવી જોઈએ એવી માંગ સીએઆઇટીના ભરતિયા અને ખંડેલવાલે મૂકી છે. કોઈપણ રીતે,જો ઓડિટ કરતી વખતે કોઈ ભૂલ મળી આવે છે,તો તે સમયે તે મુજબ કાર્યવાહી થઈ શકે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારે વેપારીઓને નાણાકીય સહાયનો ડ્રાફ્ટ તૈયાર કરીને જાહેર કરવો જોઇએ.

Share Now