UAEએ ઈઝરાયલ માટે ભર્યું એવું પગલું કે મુસ્લિમ દેશોને લાગ્યો ઝાટકો

254

ઈઝરાયલ મોરક્કો અને સુડાન સાથેના સંબંધો પણ સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી, તા. 2 જૂન : પેલેસ્ટાઈન પર હુમલાને લઈ એકજૂથતા દાખવનારા મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ ફરી એક વખત વધી શકે છે.પેલેસ્ટાઈન પર હુમલાને પગલે ઈસ્લામિક દેશોની બેઠકમાં ઉભરી આવેલો તણાવ વધુ ગાઢ બની શકે છે કારણ કે ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતે (UAE) સોમવારે ટેક્સ અંગેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ઈઝરાયલના નાણા મંત્રીએ જણાવ્યું કે, ગત વર્ષે બંને દેશ વચ્ચેના સંબંધો સામાન્ય થયા ત્યાર બાદ આ દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે.યુએઈના નાણા મંત્રાલયે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, તેઓ બેવડા કરવેરાથી બચવા માટે ઈઝરાયલ સાથે પ્રારંભિક સમજૂતી કરી ચુક્યા છે.બંને પક્ષના આ કરારને આ વર્ષે મંત્રીઓ અને સંસદે મંજૂરી આપી હતી.બંને પક્ષ વચ્ચે આ સમજૂતી 1 જૂન, 2022થી પ્રભાવી થશે.

ગત વર્ષે સંયુક્ત આરબ અમીરાત,બહરીન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય થયા ત્યાર બાદ આ પહેલી કર સંધિ છે.આ જ રીતે ઈઝરાયલ મોરક્કો અને સુડાન સાથેના સંબંધો પણ સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.આ કરાર મુખ્યત્વે ઓઈસીડી મોડલ પર આધારીત છે.

યુએઈ અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં સુધારા સાથે જ અન્ય મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ વધ્યો છે.ખાસ કરીને તાજેતરના ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષ બાદ આ તણાવ વધુ ઉભરીને સામે આવ્યો છે.

Share Now