કાશ્મીરમાં ભાજપના નેતા રાકેશ પંડિતાની આતંકીઓએ કરી હત્યા

221

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)તા.3 : દક્ષિણ કાશ્મીરનાં પુલવા જીલ્લાનાં ત્રણ મ્યુનિસિપલ કમીટીનાં અને પુલવામાં જીલ્લા ભાજપ એકમનાં સચીવ રાકેશ પંડીતાની આતંકીઓએ ગઈકાલે હ્ત્યા કરી હતી.આ આતંકી હુમલામાં એક મહિલા આસીફા મુશ્તાક પણ ઘાયલ થઈ હતી.બુધવારની રાત્રે દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં જીલ્લાનાં ત્રાલ સ્થિત પોતાના નિવાસસ્થાન પર ભાજપ પુલવામાં જીલ્લાના એકમનાં સચિવ રાકેશ પંડીત પોતાના ઘરની બહાર ટહેલી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાંક આતંકીઓએ તેમનાં પર હુમલો કરીને ફાયરીંગ શરૂ ક્રી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ફાયરીંગનો અવાજ સાંભળી ઘટનાસ્થળે આસપાસના લોકો પહોંચી ગયા હતા અને ઘાયલ રાકેશ પંડીતાને હોસ્પીટલે લઈ જવાયા હતા.જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઝડપતા તલાસી અભિયાન છેડી દીધુ છે.આ આતંકી હુમલામાં પાડોશી મુશ્તાક અહમદની દીકરી આસીફા મુશ્તાક પણ ઘાયલ થઈ હતી.જેતી હોસ્પીટલમાં સારવાર ચાલુ છે.ઉલ્લેખનીય છે કે ત્રાસના મ્યુનિ.કાઉન્સીલર રાકેશ પંડીતાને સુરક્ષા માટે પીએસઓ અને શ્રીનગર શહેરમાં એક સુરક્ષીત જગ્યાએ હોટેલમાં રહેવાની પુરતા બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરાઈ હતી. તેમ છતાં રાકેશ પંડીતા પીએસઓને સાથે લીધા વિના જ ત્રાલ ગયા હતા દરમ્યાન આતંકીઓએ તેમને ઘેરીને મોતને અંજામ આપ્યો હતો.

Share Now