બોલિવૂડમાં ફરી દેહવ્યાપારનું ભૂત ધુણ્યું, મુંબઈના થાણેમાં બે અભિનેત્રીઓની ધરપકડ

472

બોલિવૂડ અને ટીવી જગત હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે.આ ક્ષેત્રમાં કામ મેળવવું અને આર્થિક પરિસ્થિતિ સારી કરવી તે નવા લોકો માટે ખુબ અઘરું છે.હાલ કોરોનાના કારણે બધું કામ બંધ પડતા ઘણા બધા બેરોજગાર થયા છે.જેથી આર્થિક હાલત સારી કરવા બીજા અન્ય રસ્તાઓ પસંદ કરવામાં આવે છે.જેમાં હાલમાં થાણેમાંથી બે અભિનેત્રીઓનો દેહવ્યાપારનો કેસ સામે આવ્યો છે.

થાણે ક્રાઈમ બ્રાંચની યુનિટ-1એ બુધવારે બપોરે થાણેના પાચપાખાડી વિસ્તારના એક મકાનમાં દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી બે અભિનેત્રીઓ,બે મહિલા એજન્ટો અને એક દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે, ‘થાણે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1ની ટીમને મળેલી માહિતીના આધારે ટીમે દરોડો પાડી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

એક રાત્રિની કિંમત 2 લાખ રૂપિયા છે

દલાલો દ્વારા એક રાતનો ભાવ 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.આખરે 1 લાખ 80 હજારમાં સોદો પતાવ્યો હતો. નિયત સમયે બંને અભિનેત્રીઓ થાણેના પાચપાખાડી વિસ્તારની નટરાજ સોસાયટીમાં આવી હતી.તેમજ પુર્વ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ યુનિટ-1ના સિનિયર ઈન્સ્પેક્ટર કોકણેએ રેડ પાડી હતી.જેમાં બે અભિનેત્રીઓ,બે મહિલા એજન્ટો અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ બંને અભિનેત્રીઓ મુંબઈના એક મોટા સેક્સ રેકેટ સાથે જોડાયેલી હતી.પકડાયેલી બંને અભિનેત્રીઓ પાસે લોકડાઉનના કારણે હાલમાં કામ નથી.આવી સ્થિતિમાં,તેમણે આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આ વ્યવસાય પસંદ કર્યો.લોકડાઉનને કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે,આવી સ્થિતિમાં કલાકારો માટે કામની અછત ઉભી થઈ અને આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે.

Share Now