નરેન્દ્રભાઇને હત્યાની ધમકી આપનાર સલમાનની ધરપકડ:અનેક ગુનાઓ નોંધાયા છે : જેલમાં જવું હતું એટલે ધમકી આપ્યાનું રટણ

258

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હત્યાની ધમકી આપનાર સલમાન નામના વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.કહેવાય છે કે ગત રાતે આ વ્યક્તિએ પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. ૨૨ વર્ષના આરોપીની દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકની પોલીસે ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે.આ આરોપી વિરુદ્ધ અનેક કેસ થયેલા છે અને હાલ તે જામીન ઉપર છે.આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે જેલમાં જવા માટે આ ફોન કર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે પીસીઆરને કોલ કરીને કહ્યું કે મારે પીએમ મોદીને મારવા છે.ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સના આધાર ઉપર ખુબ જ સરળતાથી સલમાનને ખજૂરી ખાસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં સલમાને પોલીસને જણાવ્યું કે તે નશાનો આદી હતો પરંટુ તેણે નશાનો સામાન નથી મળી રહ્યો.એટલા મામટે તેણે વિચાર્યું તે પાછો જેલ જતો રહે.સલમાનના નિવેદન બાદ પોલીસ તપાસ કરી હતી.

આવું પહેલીવાર નથી બન્યું કે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય.આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ પોલીસે પોન્ડીચેરીના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.જેનો આરોપ છે કે આ વ્યક્તિએ ફેસબુક ઉપર મેસેજ લખ્યો હતો કે જો કોઈ તેને પાંચ કરો રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરી દેશે.પોન્ડીચેરી પોલીસે જણાવ્યું કે આરોપીએ એક મેસેજમાં લખ્યું હતું.જો કોઈ તેને પાંચ કરોડ રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરવા માટે તૈયાર છે. આરોપીની ઓળખ રિયલ એસ્ટેટ વ્યવસાયી સત્યાનંદમના રૂપમાં થઈ હતી.

Share Now