– ઉત્તરાખંડના પ્રકાશદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં સારવાર માટે મંજૂરી માંગી : નામદાર કોર્ટે રાજસ્થાન રાજ્યને એક સપ્તાહમાં જવાબ આપવા નોટિસ મોકલી
ન્યુદિલ્હી : આશારામ બાપુની મેડિકલ સારવાર માટેની અરજી રાજસ્થાન કોર્ટે ફગાવતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તથા આયુર્વેદિક સારવાર માટે વચગાળાના જામીન માગ્યા છે.તેઓ ઉત્તરાખંડમાં આવેલી પ્રકાશદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં સારવાર કરાવવા માંગે છે.તેમ જણાવ્યું હતું.
ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ અને કૃષ્ણ મુરારીની વેકેશન બેંચે ટિપ્પણી કરી હતી કે બાપુની તબીબી સ્થિતિની તપાસ માટે ટોચની અદાલત પાસે “કોઈ મેડિકલ એક્સપર્ટ નથી.જોકે કોર્ટે રાજસ્થાન રાજ્યને એક સપ્તાહમાં જવાબ આપવા નોટિસ મોકલી છે.
આસારામ બાપુ વતી ઉપસ્થિત વરિષ્ઠ એડવોકેટ સિધ્ધાર્થ લુથરાએ રજૂઆત કરી હતી કે તેમના અસીલ 83 વર્ષના છે.અને તેમને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.ગુજરાતમાં પણ તેમના જામીન બાકી છે.એમ્સના 19 મી મેના રિપોર્ટ મુજબ તેઓને હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે લોહી ચડાવાયું હતું. કે જે ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ રક્તસ્રાવને કારણે હતું.તેમનું વજન પણ ઘટી રહ્યું છે.તેઓને સાજા થવા માટે બે મહિનાનો સમય જરૂરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.