ભારત દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે.સારી વાત એ છે કે, દેશમાં હવે પહેલા કરતા નવા કેસોમાં ધરખમ ઘટાડો થતો જાય છે.ત્યારે આ તમામની વચ્ચે સ્વઘોષિત સંત નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં તે કહી રહ્યો છે કે, ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે,જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે.
થોડા દિવસ પહેલા જ જાહેર કરેલા એક વીડિયોમાં નિત્યાંનદના એક શિષ્ય પ્રશ્ન કરે છે કે, કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતા નિત્યાંનદે કહ્યુ હતું કે, દેવી અમ્માન તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચુકી છે.કોરોના ભારતમાંથી ત્યારે જ જશે,જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે.નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નિત્યાનંદે 19 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, કોરોનાની બીજી લહેરને લઈને ભારતમાંથી આવતા શ્રદ્ધાળુઓ કૈલાશા દ્વીપમાં પ્રવેશ પર રોક છે.આ સાથે જ બ્રાઝિલ,યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવતા લોકો પર પણ પ્રતિબંધ છે.
આપને જણાવી દઈએ કે, સ્વઘોષિત સંત નિત્યાનંદ પર યૌન શોષણના આરોપ લાગેલા છે.વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થઈ ગયો છે.નિત્યાનંદે દાવો કરે છે કે, તેણે એક વર્ચુઅલ આઈલેન્ડની સ્થાપના કરી છે.જેને કૈલાશા નામ આપવામાં આવ્યુ છે.દાવા પ્રમાણે નિત્યાનંદનો આ આઈલેન્ડ એક્વાડોરના તટની આસપાસ છે.