TMC સાંસદ નુસરત જહાંના સંબંધો જેની સાથે હોવાની ચર્ચા છે તે બંગાળી એક્ટર કોણ છે? કેવી રીતે બંને નિકટ આવ્યા?

298

– નુસરત તથા યશે 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ‘SOS કોલકાતા’માં સાથે કામ કર્યું હતું
– યશે એકતા કપૂરની સિરિયલ ‘કોઈ આને કો હૈ’થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી

TMCની સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં હાલમાં ચર્ચા છે.આમ પણ નુસરત કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી હોય છે.અત્યારે નુસરત જહાં પોતાની પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે.નુસરતે 2019માં તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં.ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લાં ઘણાં સમયથી આ બંને અલગ રહે છે.આટલું જ નહીં છેલ્લાં ઘણાં મહિનાઓથી નિખિલ તથા નુસરતે સો.મીડિયામાં એકબીજાની તસવીરો શૅર કરી નથી.આ વાત પણ ઈશારો કરે છે કે બંને અલગ થઈ ચૂક્યા છે.નુસરતનું બાળક બંગાળી એક્ટર યશ દાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.યશ દાસગુપ્તા કોણ છે અને કેવી રીતે તે નુસરતની નિકટ આવ્યો તે અંગે જાણીએ.

કોલકાતામાં જન્મ
યશનો જન્મ 10 ઓક્ટોબર, 1985ના રોજ કોલકાતામાં થયો છે.તેના પેરેન્ટ્સ દીપક દાસગુપ્તા તથા જયતી દાસગુપ્તાનો એકનો એક દીકરો છે.નાનપણમાં માતા-પિતાની ટ્રાન્સફરેબલ જોબને કારણે યશ આખું ભારત ફરેલો છે.નાનપણમાં યશે દિલ્હી, મુંબઈ,મધ્યપ્રદેશ,સિક્કિમ સહિતના શહેરોમાં સ્કૂલિંગ કર્યું છે.યશને નાનપણથી એક્ટિંગ પ્રત્યે રસ હતો. સ્કૂલમાં તે ભણવા ઉપરાંત વિવિધ એક્ટિવિટીમાં ભાગ લેતો.

ટીવી ક્વીન એકતા કપૂરે લૉન્ચ કર્યો
યશ દાસગુપ્તાએ કોલકાતામાં ગ્લેમ કિંગ ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ તે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે કોલકાતાથી મુંબઈ શિફ્ટ થયો હતો.અહીંયા તેણે રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું. 2009માં એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે યશને ટીવી સિરિયલ ‘કોઈ આને કો હૈ’માં કાલકેતુનો રોલ આપ્યો હતો. આ જ વર્ષે તેણે એકતાની જ ટીવી સિરિયલ ‘બંદિની’માં સૂરજ ધર્મરાજનો રોલ પ્લે કર્યો હતો. પછી યશ વિવિધ સિરિયલ જેવી કે ‘બસેરા’, ‘ના આના ઈસ દેશ લાડો’, ‘મહિમા શનિદેવ કી’ તથા ‘અદાલત’ જેવી હિંદી સિરિયલમાં કામ કર્યું હતું.

આ દરમિયાન યશે બાંગ્લા સિરિયલ ‘બોજેના સે બોજેના’માં કામ કર્યું હતું.આ ઉપરાંત યશે બાંગ્લા સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘રીતુર મેલા ઝૂમ તારા રા રા’માં પણ ભાગ લીધો હતો.

ટીવી બાદ ફિલ્મમાં ઝૂકાવ્યું
ટીવી સિરિયલમાં કામ કર્યા બાદ યશે બંગાળી ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2016માં યશની પહેલી બંગાળી ફિલ્મ ‘ગેંગસ્ટર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે યશને બેસ્ટ ડેબ્યૂ એક્ટર મેલનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી હતી. બીજી ફિલ્મ ‘વન’ 2017માં આવી હતી.આ ફિલ્મમાં યશે નુસરત જહાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘ટોટલ દાદાગીરી’, ‘ફિદા’, ‘મોન જાને ના’ જેવી બંગાળી ફિલ્મમાં કામ કર્યું હતું.છેલ્લે 2020માં યશે ‘SOS કોલકાતા’માં નુસરત જહાં સાથે કામ કર્યું હતું.આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી.

આ વર્ષે રાજકારણમાં ઝંપલાવ્યું
17 ફેબ્રુઆરી, 2021માં યશ દાસગુપ્તા ભાજપમાં જોડાયો હતો.માર્ચ, 2021માં ભાજપે વિધાનસભા ચંદીતાલાની ટિકિટ આપી હતી.જોકે, તે TMC ઉમેદવાર સ્વાતી ખાંડોકર સામે યશ હારી ગયો હતો.

રાજસ્થાનમાં નુસરત-યશ સાથે વેકેશન પર ગયા હતા
નુસરત તથા યશ ફિલ્મ ‘SOS કોલકાતા’ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયા હતા. આ વાતને કારણે જ એવી ચર્ચા થવા લાગી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બંને વચ્ચે મિત્રતાથી વધુ ગાઢ સંબંધો છે.

નુસરત અંગેના સવાલ પર યશે આ જવાબ આપ્યો
યશ જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે તેને સવાલ કરવામાં આવ્યો હતો કે તમારી નિકટની મિત્ર નુસરત તો TMCમાં છે તો તમે કેમ ભાજપમાં સામેલ થયા? આ પાછળ શું કારણ છે? યશે નુસરત સાથેની નિકટતા સ્વીકારી હોય તે રીતે જવાબ આપ્યો હતો કે કેમ આવું ના થઈ શકે? ઘરમાં પરિવારના સભ્યોનો અલગ-અલગ અભિપ્રાય ના હોઈ શકે? જ્યારે યશને એમ કહેવામાં આવ્યું કે અક્ષય કુમાર તથા ટ્વિંકલ ખન્નાની જેમ? તો તરત જ તેણે જવાબ આપ્યો હતો કે અક્ષય તથા ટ્વિંકલના લગ્ન થઈ ચૂક્યા છે. નુસરત તથા તેના થયા નથી. તેમની વિચારધારા અલગ-અલગ છે તો તેનાથી કોઈને ફરક પડવો જોઈએ નહીં. હવે તમે આનો કંઈ પણ અર્થ કાઢી શકો છો.

નુસરતે કહ્યું, અંગત જીવનની વાત કોઈને કહીશ નહીં
જ્યારે નુસરતને યશ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તેનું અંગત જીવન જાહેરમાં ચર્ચા કરવા માટે નથી.લોકો હંમેશાં તેના વિશે બોલે છે,પરંતુ તે કંઈ જ બોલશે નહીં.આ તેની પ્રાઈવેટ લાઈફ છે અને તે અંગત જીવનની વાત કોઈ સાથે શૅર કરશે નહીં.

Share Now