ચીનમાં વકીલોના એક સમુહે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં અરજી કરી છે અને તે માટે જરૂરી પુરાવા પણ રજુ કર્યો છે.કોરોના કાળમાં હંમેશા ચર્ચામાં રહેલું ચીન વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે,ચીનનાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલોના જૂથે હેગની એક અદાલતને ચીનના ઉઇગર મુસ્લિમો પરના અત્યાચારની તપાસ શરૂ કરવા વિનંતી કરી છે.મહત્વપૂર્ણ છે કે, ચીન આ કોર્ટનો સભ્ય નથી.
ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર થયેલા ત્રાસ અંગેનું સત્ય આખી દુનિયાથી છુપાયેલું નથી.આ અગાઉ પણ ચીનના સોફટવેર એન્જિનિયરે મોટો ખુલાસો કર્યો હતો કે, દેશના સિંજીયાંગ ક્ષેત્રમાં ઉઇગુર મુસ્લિમોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા સિસ્ટમ્સને આધારે ચહેરાની તપાસ કરવામાં આવી હતી.
વકીલોએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, પુરાવા સાબિત કરે છે કે ચીન દ્વારા ઉઇગર મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેને ચીન દ્વારા જેલમાં રાખવામાં આવ્યા હતા.ઉપરાંત તાજિકિસ્તાનથી ચીનના પશ્ચિમ ઝિંજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોને પ્રત્યાર્પણ કરાયા હતા.
વકીલોના સમુહોએ દલીલ કરી હતી કે , તાજિકિસ્તાનમાં ચીની સત્તાવાળાઓ સીધા હસ્તક્ષેપ કરે છે.આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતને આ આરોપો પર સુનાવણી કરવાનો અધિકાર છે.આઈસીસીના વકીલોએ વિલંબ કર્યા વિના આ ગંભીર આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું.વધુમાં વકીલોએ જણાવ્યું હતું કે, તેમના અહેવાલ આઇસીસીના સભ્ય તાજિકિસ્તાન સહિત વિવિધ દેશોના સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે છે.
આ ઉપરાંત એક સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાને કારણે,ચાઇના ઉઇગુર મુસ્લિમોની વસ્તી પર અત્યાચાર કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય ગુનાહિત કાયદાના નિષ્ણાંત વકીલ એરિન રોઝનબર્ગે લખ્યું છે કે,” ઉઇગુર મુસ્લિમોનો જન્મ દર બંધ કરીને ચીન ઉઇગુર સમુદાયનો નરસંહાર કરે છે.” વિશ્વના ઓછામાં ઓછા પાંચ દેશોની સરકારો પણ એવું જ માને છે.
મહત્વપૂર્ણ છે કે,આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતને આ આરોપો પર સુનાવણી કરવાનો અધિકાર છે,ત્યારે વકીલોએ આઈસીસીને વિલંબ કર્યા વિના આ ગંભીર આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.વધુમાં વકીલોએ જણાવ્યું હતું કે,તેમના અહેવાલ અને પુરાવા આઇસીસીના સભ્ય તાજિકિસ્તાન સહિત વિવિધ દેશોના સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે છે.