પંચમહાલ : ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી અને તેમા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.ધારાસભ્યના પુત્રને ફોન કરી અમારા મતોથી ચૂંટણીઓ જીતો છો,માટે અમે કહીએ એ કામો થવા જોઈએ,નહિતર અમારા ગામથી નીકળવા દઈશું નહિ તેમ કહ્યું હતું.
ઉપરાંત બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ નામના શખ્સે ફોન કરી ધમકી આપી હોવાનો આરોપ છે.જો કે સમગ્ર મામલે ધારાસભ્યના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.