સરકારનો વિરોધ આતંકી પ્રવૃત્તિ નથી : દિલ્હી HC

207

– દિલ્હી હિંસા કેસમાં ત્રણને જામીન પર છોડાયા
– નતાશા,દેવાંગના,આસિફ સામે પ્રથમ દ્રષ્ટીએ અપરાધ ન બનતો હોવાનું કોર્ટનું અવલોકન

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે ત્રણ એક્ટિવિસ્ટને જામીન આપતી વેળાએ કહ્યું હતું કે કોઇ મુદ્દે સરકાર કે અન્ય બાબતોનો વિરોધ કરવો તે આતંકી પ્રવૃત્તિ નથી.જે લોકોને જામીન અપાયા છે તેમના પર દિલ્હી હિંસા કેસમાં યુએપીએ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દિલ્હી હાઇકોર્ટે પિંજરા તોડ એક્ટિવિસ્ટ નતાશા નરવાલ,દેવાંગના કલિતા અને આસિફ ઇકબાલ તન્હાને જામીન પર છોડી મુક્યા છે.ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ અને અનૂપ એ. ભંભાનીની બેંચે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ જોતા જણાય છે કે યુએપીએની કલમ 15,17,18 અંતર્ગત ત્રણેય વિરૂદ્ધ હાલના મામલામાં રેકોર્ડ કરેલી સામગ્રીના આધારે અપરાધ ન હોવાનું જણાય છે.

નતાશા નરવાલના પિતાનું ત્યારે નિધન થઇ ગયું હતું જ્યારે નતાશા જેલમાં હતી,જોકે તેમના કોરોનાથી નિધન બાદ જામીન પર થોડા દિવસ માટે છોડવામાં આવી હતી. 24મી ફેબુ્રઆરી 2020ના ઉત્તરપૂર્વી દિલ્હીમાં સીએએના વિરોધ અને સમર્થન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.આ દરમિયાન જે એક્ટિવિસ્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી તેમાં નતાશા,દેવાંગના અને આસિફનો સમાવેશ થાય છે.

Share Now