અદાણી વિરુદ્ધ ED તપાસ કરાવે PM મોદી પણ પહેલા ઓફિસરોનું બેકગ્રાઉન્ડ તપાસી લે : BJP સાંસદ

324

ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, મની લોન્ડ્રિંગ એક્ટના મામલામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે ED તપાસ થવી જોઇએ.તેમણે કટાક્ષ કરતા કહ્યું કે તપાસ કરાવતા પહેલા મોદીને જોઇએ કે ઓફિસરોનું બેકગ્રાઉન્ડ તપાસી લે.

સાંસદે કટાક્ષ કરતા અદાણીને ટ્રપીજ આર્ટિસ્ટ બોલાવ્યા છે.તેમનું કહેવું હતું કે અદાણીની તપાસમાં એવા ઓફિસરોને લગાવવા જરૂરી છે જેઓ નિષ્પક્ષ હોય અને દબાણમાં માનતા ન હોય.અદાણી ખૂબ જ શાતિર છે અને ઓફિસરોની મિલીભગતથી પુરાવાને નષ્ટ પણ કરી શકે છે.જ્યારે એક યૂઝરે સ્વામીને પૂછ્યું કે અદાણી ગ્રુપે દરેક આરોપોને ફગાવી દીધા છે તો તેમનું કહેવું હતું કે તેઓ માત્ર મની લોન્ડ્રિંગની વાત કરી રહ્યા છે.યૂઝરને સલાહ આપતા સ્વામીએ કહ્યું કે ગોલ પોસ્ટ બદલો નહીં.

ઉલ્લેખનીય છે કે, આ પહેલો એવો અવસર નથી જ્યારે રાજ્યસભા સાંસદે અદાણી સામે મોરચો ખોલ્યો હોય.આ પહેલા પણ ભાજપા સાંસદે અદાણી પર નિશાનો સાધ્યો છે. જાન્યુઆરીમાં સ્વામીએ અદાણી પર નિશાનો સાધતા કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર બેંકોનું 4.5 લાખ કરોડનું NPA છે.

સ્વામીનું કહેવું હતું કે અદાણીની સંપત્તિ 2016 પછીથી દર બે વર્ષમાં બેગણી થઇ રહી છે તો તે બેંકોનું દેવું શા માટે ચૂકવતા નથી.પછી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જેવી રીતે તેમણે 6 એરપોર્ટ ખરીદ્યા છે કદાચ તેઓ વિચારી રહ્યા હશે કે જલદી તેઓ એ બેંકોને પણ ખરીદી લેશે જેમની સામે તેમની દેવાદારી બને છે.

આ પહેલા ભાજપા સાંસદે માર્ચ મહિનામાં સ્વામીએ ગૌતમ અદાણી પર ત્યારે કટાક્ષ કર્યો હતો જ્યારે ઉદ્યોગપતિએ મ્યાંમારની સેનાની સાથે એક ડીલ કરી હતી.સ્વામીએ માનવાધિકારોનો મામલો ઉઠાવતા કહ્યું હતું કે શું આ વાત પ્રધાનમંત્રી મોદીના ખાસ મિત્રને ખબર નથી?

ઉલ્લેખનીય છે કે, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડે Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fundના અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.આ ખબર ગૌતમ અદાણી માટે સારી નથી.આ વિદેશી ફંડની પાસે અદાણી ગ્રુપની 4 કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારેના શેર છે.

NSDLની વેબસાઇટ અનુસાર, આ અકાઉન્ટ્સને 31 મેના રોજ કે તેનાથી પહેલા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.આ ખબર સામે આવ્યા પછી ભારતીય શેર માર્કેટમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.અદાણીની 6માંથી 5 કંપનીઓ આ ખબર પછી લોઅર સર્કિટમાં આવી ગઇ છે.આ ત્રણેયની અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે.

Share Now