SUSPENDED IAS ગૌરવ દહિયાની કથિત પત્નીએ રાષ્ટ્રપતિની સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરી

214

રાજ્યના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની કથિત પત્નીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે.બે વર્ષ અગાઉ બળાત્કાર સહિતના અનેક કેસ નોંધાતા ગુજરાત સરકારે તત્કાલિન NRHM ડારેક્ટર ગૌરવ દહિયાને ઓગસ્ટ- 2019માં સસ્પેન્ડ કયર્િ છે.મુળ અલીગઢની એમબીબીએસ થયેલી યુવતીએ ગુજરાત કેડરના આ IASએ પરણિત હોવા છતાંયે પોતાને છેતરીને બળાત્કાર કરી એક દિકરીની માતા બનાવ્યાના ગંભીર આક્ષેપો કયર્િ છે.

ઉત્તરપ્રદેશના અલીગઢ રહેતી યુવતીએ પોતાની સાથે થયેલા અત્યાચારો સંદર્ભે સરકાર,પોલીસ અને કોર્ટમાંથી ન્યાય નથી મળતો તેવી રાવ નાંખી છે.રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માગંણીના પત્રમાં તેમણે IAS ગૌરવ દહિયાએ બળાત્કાર કરી તેનો અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેઈલ કરીને લગ્ન કયર્નિો આક્ષેપ કર્યો છે.દહિયા પહેલાથી જ પરણેલા હોવા છતાંયે તે છુપાવીને 28 ફ્રેબુઆરી 2018ના રોજ તિરૂપતિ બાલાજી લઈ જઈને પોતાની સાથે લગ્ન કયર્િ હતા.

દિલ્હીના ફ્લેટમાં સાથે રહ્યા હતા એ સમય દરમિયાન પોતે ગર્ભવતી થઈ હોવાનું જણાવતા પિડીતાએ કહ્યુ કે, બાદમાં ગૌરવ મને એકલી મૂકીને ગુજરાત જતા રહ્યા હતા. 23 નવેમ્બર 2018માં રોજ એક દિકરીને જન્મ આપ્યો હતો.એ બાળક ગૌરવનું હોવા છતાંય તેણે માનવાનો ઈન્કાર કર્યો છે,મને તરછોડી દીધી છે.બે વર્ષથી ન્યાય માટે અનેક સ્તરે ભટકી રહી છુ.છતાંયે મને ન્યાય મળતો નથી,અઢી વર્ષની દિકરી ગૌરવની હોવા છતાંય તેનો ટેસ્ટ થતો નથી. ગુજરાત, અલીગઢ અને દિલ્હીમાં ગૌરવ સામે કેસ નોંધાયા છે,કોર્ટમાં ફરિયાદો કરી છે છતાંયે કોઈ જ કાર્યવાહી થતી નથી. આથી હવે મને ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી આપવામાં આવે.

વર્ષ 2019ના એપ્રિલ- મે મહિનામાં ગૌરવ દહિયા સામે ફરિયાદ મળ્યા બાદ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- એ પાંચ ની સમિતી રચીને તપાસ કરાવી હતી.જેના આધારે દહિયાને સસ્પેન્ડ કયર્િ બાદ ભારત સરકારને નિર્ણય લેવા ઈન્ક્વાયરી રિપોર્ટ મોકલ્યો હતો.

Share Now