મનસુખ હિરેન હત્યા મામલે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા પર NIAનો ગાળિયો કસાતો જોવા મળી રહ્યો છે.બુધવારના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને કસ્ટડીમાં લીધા છે.શર્માના ઘરે બુધવારના સવારે રેડ પાડવામાં આવી અને તેમની સાથે ઘર પર જ પૂછપરછ થઈ. NIA જાણવા ઇચ્છે છે કે પ્રદીપ શર્મા સસ્પેન્ડ કરવામાં આવેલા API સચિન વઝે અને પૂર્વ કૉન્સ્ટેબલ વિનાયક શિંદેના સંપર્કમાં હતા કે નહીં.
લેપટોપ સહિત અનેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને NIAએ જપ્ત કર્યા
મનસુખ હિરેનની હત્યાના કેસમાં અરેસ્ટ કરવામાં આવેલા પૂર્વ કૉન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના નજીકના રહ્યા છે. NIA દ્વારા આ રેડ અંધેરી ઈસ્ટના ભગવાન ભવન એપાર્ટમેન્ટમાં થઈ રહી છે. સૂત્રો પ્રમાણે શર્માના મોબાઇલ ફોન,લેપટોપ સહિત અનેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને NIAએ જપ્ત કર્યા છે.શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ચુકેલા શર્મા થાણેની એન્ટી એક્સટોર્શન સેલમાં રહી ચુક્યા છે. 90ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.આ ટીમને અંડરવર્લ્ડનો સફાયો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.અહીંથી શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બન્યા.
પ્રદીપ શર્મા અને સચિન વઝેની મિટિંગ થઈ હતી?
સૂત્રો પ્રમાણે NIA પાસે પ્રદીપ શર્મા અને સચિન વઝેની એક મીટિંગની જાણકારી છે.તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે મનસુખના મર્ડરથી કેટલાક દિવસ પહેલા વઝેએ અંધેરી વિસ્તારમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરી.પ્રદીપ શર્મા પણ આ વિસ્તારમાં રહે છે.શક છે કે મીટિંગ વઝે અને શર્મા વચ્ચે થઈ. એક CCTV ફૂટેજમાં વઝે અને શિંદે બાંદ્રા વર્લીથી સી લિંક પર કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.એજન્સીનું માનવું છે કે આ બંને અંધેરીમાં શર્માને મળવા જઈ રહ્યા હતા.મનસુખને કૉલ કરીને બોલાવવામાં આવ્યો તેનું અંતિમ લોકેશન પણ અંધેરીનું જેબી નગર હતુ. NIAએ વઝેને સાથે લઇને 3 એપ્રિલની રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધેરીમાં અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
શું જાણવા માંગે છે NIA?
NIA શર્મા પાસેથી જાણવા ઇચ્છે છે કે છેલ્લે તેમણે વઝે સાથે ક્યારે મુલાકાત કરી? શું શર્માના નોકરી છોડ્યા બાદ પણ વઝે તેમના સંપર્કમાં હતા? શું શર્માની વઝે અને શિંદેની સાથે મીટિંગ થઈ? શું વઝે અને શિંદેએ શર્માને મનસુખ હિરેન વિશે કોઈ વાત જણાવી હતી? NIA આ તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે શર્મા સાથે પૂછપરછ કરી રહી છે.