ચાઇના સરકારે અલીબાબા ઉપર સરકારી કાર્યવાહી કરતા જેક મા પડ્યા ઠંડા,હવે સમય પસાર કરવા કરી રહ્યા છે પેઇન્ટિંગ ..

241

બીજિંગ : ચીનના અરબપતિ અને દિગ્ગ્જ ઈ કોમર્સ કંપની અલીબાબના સંસ્થાપક જેક મા ચીન સરકાર તરફથી કાર્યવાહી બાદ શાંત છે.આજકાલ તેઓ શોખ માટે પેન્ટિંગ કરી રહ્યા છે.તેમના નજીકના સહયોગી જોસેફ ત્સાઈએ આ જાણકારી આપી છે. ચીનના નાણાંકિય નિયામકોએ ગત વર્ષે જેક માને તલબ કર્યા હતા.અને તેમની કંપની ઉપર દબદબાના કથિત દુરુપયોગ કરવાના આરોપ હેઠળ 2.8 અરબ ડોલરનો દંડ લગાવ્યો હતો.

અલીબાબાના ઉપાધ્યક્ષ ત્સાઈએ બુધવારે અમેરિકી મીડિયાની સાથે વાત કરતા કહ્યું હતું કે સાધારણ જીવન જીવી રહ્યા છે.હું તેમની સાથે રોજ વાત કરું છું.આંતરીક સંદેશ પ્લેટફોર્મ થકી પ્રતિદિન મસેજ કરું છું.તેઓ પોતાના જીવનમાં સારું કરી રહ્યા છે. જેક બે વર્ષ પહેલા જ અલીબાબામાં અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીની ભૂમિકાથી હટી ગયા હતા.તેઓ શોક અને પરોપકાર ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

જેક માએ ગત વર્ષે ઓક્ટોબરમાં શંઘાઈમાં શિખર સમ્મેલન દરમિયાન ચીનની નાણાંકિય નિયામક પ્રણાલીની આલોચના કરી હતી.આ સમ્મેલમાં સેંકડો બેન્કો અને નિયામકોએ ભાગ લીધો હતો.જેકએ ચીની બેન્કની તુલના મોહરાની દુકાન સાથે કર્યા બાદ તેમને રાષ્ટ્રીય નિયામકો દ્વારા સમન મોકલવામાં આવ્યું હતું.

Share Now