– અરજી અસ્પષ્ટ હોવાની નોંધ કરીને શૂટિંગ પણ રિશેડયુલ થઈ શકતું હોવાનું નિરીક્ષણ
મુંબઈ : અભિનત્રી કંગના રનૌૌતે સપ્ટેમ્બરમાં એક્સપાયર થઈ રહેલા તેના પાસપોર્ટનેે રિન્યુ કરવા માટે ઓથોરિટીને નિર્દેશ આપવાની દાદ માગતી અરજી પર બોમ્બે હાઈકોર્ટે તાકીદની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છેે.અભિનેત્રીએ હંગેરીમાં ફિલ્મના શૂટિંગ માટે જવાનું હોઈ અરજી કરી હતી.કંગના સામેનો એક કેસ વણઉકેલાયેલો હોવથી રિન્યુઅલની અરજી નકારાઈ હતી.કોર્ટે અરજીને અસ્પષ્ટ હોવાનું નોંધીને જણાવ્યું હતું કે રનૌતે દરેક વિગત જણાવવાની ખબરદારી બતાવી નથી અને તેણે ઓથોરિટીને પક્ષકાર પણ બનાવી નથી.કોર્ટે તેને અરજીમાં સુધારો કરવાની પરવાનગી આપીને સુનાવણી ૨૫ જૂન પર રાખી છે.
ન્યા.વરાળે અને ન્યા.તાવડેની બેન્ચે કંગનાના વકિલ રિઝવાન સિદ્દીકતી પાસે ઓથોરિટીએ કરેલા નકારનો આદેશ રજૂ કરવા જણાવ્યું હતું.સિદ્દીકીએ કોર્ટને જણવ્યું હતું કે અરજી સામેનો વાંધો લેખિતમાં ઉઠાવાયો ન હતો અને હાઈ કોર્ટ પાસેથી એફઆઈઆર રદ કરવા સંબંધી આદેશ લાવવાનું મૌખિક રીતે જણાવાયું હતું.
નિવેદનો અને ટ્વીટ મારફતે કોમી અસમાનતા ઊભી કરવાના આરોપસર મેજિસ્ટ્રેટના આદેશ પર ઓક્ટોબર ૨૦૨૦માં રનૌત અને તેની બહેન રંગોલી ચાંડેલ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.કંગનાએ રિન્યુઅલ અરજીમાં કેસની નોંધ કરી હોવાથી ઓથોરિટીએ હઈકોર્ટ પાસેથી નિર્દેશ મેળવવા નિર્દેશ આપ્યો છે.
વહેલાંસર સુનાવણી લેવાની સિદ્દીકીએ વિનંતી કરતાં કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે તેઓ માત્ર શૂટિંગ માટે જાય છે શેડયુલ એડજસ્ટ થઈ શકે છે.