યમુનાનગર તા. ૧૭ : હરિયાણા રાજયના યમુનાનગર જિલ્લામાં પોલીસે ત્રણ યુવતીની ધરપકડ કરી છે.આ યુવતીઓએ એક વૃદ્ઘને બ્લેકમેઇલ કર્યાં હતા.ત્રણેય યુવક એક વૃદ્ઘના ઘરમાં ઘૂસી ગઈ હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.જે બાદમાં વૃદ્ઘના કપડાં ઉતરાવ્યા હતા અને તેનો વીડિયો બનાવી લીધો હતો.વીડિયોના આધારે ત્રણેય વૃદ્ઘને બ્લેકમેઇલ કરી રહી હતી.ત્રણેય યુવતીઓએ વૃદ્ઘ પાસેથી ૫૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા.જે બાદમાં વધારે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે બાદમાં વૃદ્ઘે યમુનાનગર પોલીસને જાણકારી આપી હતી.પોલીસે છટકું ગોઠવીને ત્રણેય યુવતીને પકડી પાડી હતી.
યમુનાનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુખબીર સિંહે જણાવ્યુ કે, ન્યૂ હમીદા કાઙ્ખલોની નિવાસી પીડિત પોતાના ઘરે એકલા રહે છે.વૃદ્ઘે ફરિયાદ આપી છે કે તેમના ઘરે એક મહિલા આવી હતી અને પોતાને કામ પર રાખવાની વાત કરી હતી.પાંચ મિનિટ પછી અન્ય બે મહિલા તેના ઘરમાં ઘૂસી હતી.આ બંને મહિલા પોતાને પોલીસ જણાવી રહી હતી. બંને વૃદ્ઘને ધમકાવવા લાગી હતી.આરોપ છે કે આ દરમિયાન મહિલાઓએ વૃદ્ઘના બધા કપડાં ઉતારી નાખ્યા હતા અને તેનો વીડિયો બનાવી લીધો હતો. જે બાદમાં વૃદ્ઘને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા.ફરિયાદ બાદ પોલીસે ત્રણેય મહિલાની ધરપકડ કરી લીધી છે.
પીડિત વૃદ્ઘનો દીકરો વિદેશમાં રહે છે.એક દીકરીના લગ્ન થઈ ગયા છે.આથી વૃદ્ઘ ઘરે એકલા જ રહે છે. જમવાનું બનાવવા માટે તેમના ઘરે એક મહિલાને રાખવામાં આવી છે.જે દરરોજ જમવાનું બનાવીને ઘરે ચાલી જાય છે.ચાર-પાંચ દિવસ પહેલા વૃદ્ઘને એક મહિલાએ ફોન કર્યો હતો અને ઘરકામ માટે નોકરીએ રાખવાની વાત કરી હતી.જોકે, વૃદ્ઘે મહિલાને મનાઈ કરી દીધી હતી.સોમવારે બપોરે આશરે ત્રણ વાગ્યે વૃદ્ઘની નોકરાણી જમવાનું બનાવી રહી હતી,જયારે વૃદ્ઘ જમી રહ્યા હતા.આ દરમિયાન એક મહિલા ઘરમાં આવી હતી અને તેણીને કામ આપવાનું કહેવા લાગી હતી.વૃદ્ઘે મનાઈ કરી દીધી હતી.
આ દરમિયાન અન્ય બે યુવતી ઘરમાં ઘૂસી આવી હતી. યુવતીઓએ પોલીસ તરીકે ઓળખ આપીને વૃદ્ઘને પકડી લીધા હતા.ત્યારબાદ બળજબરીથી વૃદ્ઘના કપડાં ઉતાર્યાં હતા અને વીડિયો બનાવ્યો હતો.વૃદ્ઘની અનેક વિનંતી છતાં ત્રણેય માની ન હતી. ત્રણમાંથી એક યુવતીએ ધમકી આપી હતી કે તેણી તેમને ખોટા કેસમાં ફસાવી દેશે અને જેલ મોકલી દેશે.આ ઉપરાંત વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી