અયોધ્યામાં દક્ષિણ કોરિયા યુપી સરકાર સાથે મળીને બનાવશે પાર્ક : દિવાળી પર ખુલ્લો મૂકાશે

243

દિલ્હી તા.18 : દક્ષિણ કોરિયા ભારત સાથેના તેના સંબંધોને સતત મજબૂત કરી રહ્યુ છે. દક્ષિણ કોરિયા ઉતરપ્રદેશ સરકારના સહયોગથી અયોધ્યામાં એક પાર્ક બનાવી રહ્યુ છે.આ માહિતી ભારતમાં દક્ષિણ કોરિયન રાજદ્વારીએ આપી હતી.અયોધ્યાની રાણી હુ કયાંગ ઓન્કેની યાદમાં આ પાર્ક બનાવવામાં આવી રહ્યુ છે.ઈતિહાસનો ઉલ્લેખ કરતા શિન બોંગકીલએ જણાવ્યુ કે ઓછામા ઓછા 10 ટકા કોરિયન લોકો કિંગ કિમ સુરોના કુળમાંથી હતા.જેમને 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.

બોંગકીલે સંકેત પણ આપ્યા હતા કે યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકાર દિવાળી દરમ્યાન આ પાર્કને ખોલશે.દક્ષિણ કોરિયાના રાજદૂત શિન બોંગકીલે કહ્યુ કે 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારીએ કોરિયાની યાત્રા કરી હતી અને એક કોરિયન રાજા કુમ સુરો સાથે લગ્ન કર્યા.કુમ સુરોના વંશજ કોરિયામાં સૌથી મોટો કબીલો છે. કોરિયાના લગભગ 10 ટકા નામ ‘કિમ’ છે.એનો અર્થ એ કે ઓછામાં ઓછા 10 ટકા કોરિયાઈ 2000 વર્ષ પહેલા પ્રાચીન કાળથી ભારતીયોથી સંબંધિત છે ત્યારે અમે કોરિયા અને ભારત વચ્ચેના લાંબા ગાળાના સંબંધો પર ભાર મૂકીને તેના પ્રતિકાત્મક બનાવવા માગીએ છીએ.

કોરિયાએ ત્યાં પહેલા કોરિયન પેવેલિયન બનાવ્યો છે.આ વર્ષનો આરંભિક સમય બહુ મુશ્કેલભર્યો છે પરંતુ કોરિયાઈ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી અને કેટલાક મહિના ત્યાં રોકાણ કરી આ સુંદર મંડપ બનાવ્યો. ઉદ્યાનનુ કામ લગભગ પુરૂ થઈ ગયુ છે અને યુપી સરકાર દિવાળી સમય દરમ્યાન તેને સતાવાર ખોલશે.આ પાર્કને કોરિયન સ્થાપત્ય તત્વો અને લેન્ડસ્ક્રેપિંગની મદદથી બનાવવામાં આવી રહ્યુ છે અને તે રામ પાર્કની આજુબાજુ સ્થિત હશે.રાજય સરકારે આ પ્રોજેકટ માટે આશરે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેનાથી આ ક્ષેત્રમાં પર્યટનને વેગ મળશે તેની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પણ વેગ મળશે.

Share Now