પાકિસ્તાની મૌલાનાના વિદ્યાર્થી સાથેના આપત્તિજનક વીડિયો મુદ્દે કેસ નોંધાયો

275

– મૌલવીએ વિદ્યાર્થીને યૌન સંબંધના બદલામાં પરીક્ષા આપવા પરના પ્રતિબંધો દૂર કરવાની લાલચ આપેલી

નવી દિલ્હી, તા. 18 જૂન

પાકિસ્તાનના પ્રખ્યાત મુફ્તી અજીજુર રહમાન વિરૂદ્ધ પોતાના વિદ્યાર્થીનું યૌન ઉત્પીડન કરવા મામલે કેસ નોંધાયો છે.સોશિયલ મીડિયામાં એક વીડિયો લીક થયો છે જેમાં મુફ્તી રહમાન પોતાના વિદ્યાર્થી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. વિદ્યાર્થીએ મુફ્તી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

લાહોરના ઉત્તરી કેન્ટ પોલીસ થાણામાં અજીજુર રહમાન વિરૂદ્ધ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 377 (અપ્રાકૃતિક યૌન સંબંધ) અને કલમ 506 (અપરાધીક ધમકી) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.પીડિત વિદ્યાર્થીએ ફરિયાદમાં જણાવ્યું કે, 2013ના વર્ષમાં તેને જામિયા મંજૂરૂલ ઈસ્લામિયામાં પ્રવેશ મળ્યો હતો.પરીક્ષા દરમિયાન મુફ્તી રહમાને તેના અને અન્ય એક વિદ્યાર્થી પર પરીક્ષામાં ચોરીનો આરોપ લગાવ્યો હતો.પાકિસ્તાનના સમાચાર પત્ર ડોનમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીનો આરોપ છે કે, તેના માટે વફાકુલ મદારિસમાં 3 વર્ષ માટે પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘મેં મૌલવી રહમાન પાસે રહેમની વિનંતી કરી પરંતુ તેમણે કશું જ ન સાંભળ્યું.બાદમાં તેમણે કહ્યું કે જો હું તેમના સાથે યૌન સંબંધો બાંધીને તેમને ખુશ કરૂ તો તેઓ આ અંગે કશું વિચારી શકે છે.’ પીડિતના કહેવા પ્રમાણે તેના પાસે યૌન ઉત્પીડનનો શિકાર બનવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

પીડિત વિદ્યાર્થીએ ફરિયાદમાં જણાવ્યું કે, ‘મુફ્તી રહમાને મને વચન આપ્યું હતું કે સેક્સ બાદ મારા પરના તમામ પ્રતિબંધો રદ્દ કરી દેવામાં આવશે.તેમણે તેઓ મને પરીક્ષામાં પાસ કરી દેશે તેમ પણ કહ્યું હતું.આ દરમિયાન 3 વર્ષ સુધી દરેક શુક્રવારે મારા સાથે શારીરિક સંબંધો છતાં તેમણે કશું ન કર્યું.મુફ્તીએ વધુ ડિમાન્ડ સાથે બ્લેક મેઈલ કરવાનું પણ ચાલુ કરી દીધું હતું.’

પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેણે મદરસા પ્રશાસનને આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ તેમણે આ વાત માનવાની ના પાડી દીધી હતી.મદરસા માટે મુફ્તી રહમાન એક દિગ્ગજ અને પવિત્ર વ્યક્તિ છે અને તેની ફરિયાદ સાંભળવાના બદલે તેના પર ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવાયો હતો.પીડિત વિદ્યાર્થીના કહેવા પ્રમાણે અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેણે મુફ્તીનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને વફાકુલ મદારિસ અલ અરબ નાજિમને દેખાડ્યો હતો.ત્યાર બાદ મુફ્તી રહમાને તેને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકીઓ આપી હતી.ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગના કારણે જામિયા મંજૂરૂલ ઈસ્લામિયાના પ્રશાસને મુફ્તી રહમાનને પદભ્રષ્ટ કર્યો હતો જેથી તે નારાજ છે.મુફ્તી રહમાન અને તેના દીકરા વિદ્યાર્થીને ધમકી આપી રહ્યા છે. વિદ્યાર્થીએ મુફ્તી રહમાન અને તેના દીકરા વિરૂદ્ધ એક્શન લેવાની માગણી કરી છે.

આ બધા વચ્ચે મુફ્તી રહમાને વીડિયો શેર કરીને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.મુફ્તીના કહેવા પ્રમાણે વિદ્યાર્થીએ તેમને નશાની દવા આપી હતી જેથી તેઓ હોંશમાં નહોતા.મુફ્તીના કહેવા પ્રમાણે જો તેઓ હોંશમાં હોત તો તેમની જાણકારી વગર વિદ્યાર્થી વીડિયો કેવી રીતે ઉતારી લેત. મુફ્તીએ આ સમગ્ર ઘટનાને પોતાને મદરસામાંથી દૂર કરવાનું ષડયંત્ર ગણાવી છે.

Share Now