પ્રફુલ્લ પટેલ ને Y+ સુરક્ષા એસ્કોર્ટ કવર સાથે પુરી પડાશે

413

કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિભાગ દ્વારા લક્ષદ્વીપ અને દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,હવે તેઓને Y+ સુરક્ષા એસ્કોર્ટ કવર સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે.

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હાલમાં દીવ-દમણ,દાદરાનગર અને લક્ષદ્વીપના એડમીનીસ્ટ્રેટર તરીકે જવાબદારી સંભાળે છે.પ્રફુલ પટેલે લક્ષદ્વીપમાં મધ્યાહન ભોજનમાં બીફ બંધ કરી દેવાનો નિર્ણય કરી સોપો પાડી દીધો છે.પરિણામે તેઓ સામે વિરોધ ઉભો થયો હતો.જોકે તેઓ બીફ બંધ રાખવાના નિર્ણય પર અડગ રહેતા હવે વિરોધ કાબુ હેઠળ છે.

પ્રફુલ્લ પટેલનું અગાઉ મોહન ડેલકર સુસાઇડ કેસમાં પણ નામ ઉછળ્યુ હતું અને ઘણો વિરોધ થયો હતો.ત્યારે હવે પ્રફુલ્લ પટેલને Y+ સુરક્ષા એસ્કોર્ટ કવર સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે.

Share Now