દુનિયાભરમાં કથિત ઇસ્લામોફોબિયા પર સતત ‘જ્ઞાન’ આપી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ઉઇગર મુસ્લિમોના મુદ્દા પર એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખરાબ રીતે ઘેરાયેલ.ચીનના ઉઇગરોના અત્યાચાર પર ઇમરાન ખાને કહ્યું કે તેઓ બેઇજીંગની સાથે બંધ રૂમમાં વાત કરે છે.એટલું જ નહીં પાકિસ્તાની પીએમના ‘ભૂગોળ’ જ્ઞાન પર પણ હવે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે બેઇજ્જતી થઇ રહી છે.ઉઇગરો પર ફસાયેલા ઇમરાન ખાને કાશ્મીર-કાશ્મીરનું રટણ કરવાનું શરૂ કરી દીધું.
ઇમરાન ખાને Axios ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકા પર 9/11 હુમલા બાદ દુનિયામાં ‘ઇસ્લામિક આતંકવાદ’ શબ્દ પ્રચલનમાં આવ્યો.જ્યારે તમે ઇસ્લામિક આતંકવાદની વાત કરો છો તો તેનો મતલબ પશ્ચિમી દેશોમાં માની લેવાય છે કે ઇસ્લામના લીધે કટ્ટરતા આવી. 9/11 હુમલા બાદ જ્યારે કોઇ હુમલો થાય છે જેમાં મુસ્લિમ સામેલ થાય છે તો આખો 1.3 અબજ મુસ્લિમોને નિશાન બનાવામાં આવે છે.
અમે ચીન સાથે બંધ રૂમમાં વાત કરીએ છીએ
જ્યારે પૂછવામાં આવ્યું કે ઇમરાન ખાન પશ્ચિમના દેશોમાં ઇસ્લામોફોબિયા પર પ્રશ્ન ઉઠાવે છે પરંતુ ચીનના ઉઇગર મુસ્લિમો પરના અત્યાચાર પર કશું કહેતા નથી.તે પણ ત્યારે જ્યારે ઉઇગર મુસ્લિમોનો નરસંહાર કરવામાં આવી રહ્યો છે.તેના પર ઇમરાન ખાને કહ્યું કે અમે ચીનથી આ સંબંધમાં બંધ રૂમમાં વાત કરીએ છીએ.ચીન આપણો સૌથી કઠિન સમયમાં સૌથી સારો દોસ્ત રહ્યો છે.
જ્યારે આપણા અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યા હતા, ચીન આફણી મદદ કરવા આવ્યું હતું.
ત્યારબાદ ઇમરાન ખાને આ મુદ્દાને ભટકાવા માટે કાશ્મીરનું રટણ કરવા લાગ્યા.તેમણે કહ્યું કે પશ્ચિમ દેશ કાશ્મીરમાં અત્યાર પર કેમ ચુપ છે? ઇમરાનના આ જવાબ પર જ્યારે તેમને એ પૂછયું કે શું તમને ચીન પૈસા આપી રહ્યું છે આથી તમે ચુપ છો તો ઇમરાન આજુબજુ જોવા લાગ્યા.તેમણે કહ્યું કે જે મારી દેશની સરહદ પર છે તેના અંગે વધુ ચિંતિત છું.તેના પર એક વખત ફરીથી ઇમરાન ખાન ફસાયા કારણ કે ચીનનું શિંજિયાંગ પ્રાંત પાકિસ્તાનની સરહદ પર છે.તેના પર ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે તેઓ પોતાના દેશના ‘હિસ્સા’ કાશ્મીરની વાત કરી રહ્યા છે.