– સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સ્મશાનનાં કર્મીઓની ચિંતા યોગ્ય ગણાવી
નવી દિલ્હી તા.22 : કોરોના વોરીયરની તર્જ પર હવે સ્મશાનમાં કોરોના દર્દીઓનાં શબની અંત્યેષ્ટી કરનાર કર્મચારીઓને પણ વીમા કવચ આપવાનું સરકાર વિચારી રહી છે.કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી મરનારાઓની અંતિમ ક્રિયા કરનાર સ્મશાનનાં કર્મચારીઓની ચિંતાને યોગ્ય ગણાવી છે.
સુપ્રિમ કોર્ટનાં વકીલ ગૌરવ કુમાર બંસલે જણાવ્યું હતું કે સ્મશાન ગૃહોમાં કામ કરનાર લોકોને કોઈ વીમા કવર આપવામાં આવ્યુ છે.આ મુદે એક જાહેર હિતની અરજી દાખલ કરનાર બંસલે જણાવ્યું હતું કે સ્મશાન ગૃહનાં કર્મીઓ આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને તેમનાં મોત પણ થઈ રહ્યા છે.કેન્દ્ર તરફથી રજુ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ એક યોગ્ય ચિંતા છે તેમણે જણાવ્યું હતું કે સ્મશાન ગૃહોનાં સભ્યોને વીમા યોજનામાં સમાવેશ નથી કરાયો.આ પાસાની તપાસ કરીશ.હાલ 22 લાખ સ્વાસ્થ્ય સેવા કર્મીઓને વીમા કવર મળેલ છે.