નવી દિલ્હી તા.22 : મોડો ન્યાય પણ અન્યાય છે એવું કહેવાય છે.આપણે ત્યાં અદાલતોમાં પેઢીઓ સુધી કેસ ચાલતા હોવા છતાં કોઈ નિવેડો નથી આવતો હોતો અને તારીખ પર તારીખ પડતી જાય છે.આટલુ અધુરૂ હોય તેમ ન્યાય મેળવનાર જજોની ખુરશીઓ જ ખાલી છે.દેશમાં 5 હજારથી વધુ જજોનાં પદ ખાલી છે. જેના કારણે કરોડો કેસ સુનાવણીની રાહ જોઈ રહ્યા છે.
દેશભરની 25 હાઈકોર્ટોમાં જજોનાં 1080 કુલ સેકશન પદોમાંથી 430 ખાલી છે.જયારે સુપ્રિમ કોર્ટમાં 34 સેકશન પદો ખાલી છે.હાલ દેશભરની બધી અદાલતોમાં કુલ 3 કરોડ 60 લાખથી વધુ કેસોનો ભરાવો થઈ ગયો છે.નીચલી અદાલતોમાં જજોના કુલ સેકશન પદ 24,064 છે તેમાંથી 4904 ખાલી છે.સૌથી વધુ સેકશન પદ અલહાબાદ હાઈકોર્ટમાં છે.અહી કુલ સેકશન પદ 160 છે અને તેમાં 61 ખાલી છે. સાથે જ બોમ્બે હાઈકોર્ટમાં કુલ 94 સેકશન પદ છે.
કોલકાતા હાઈકોર્ટની વાત કરવામાં આવે તો અહી કુલ સેકશન પદ 72 છે અને 41 ખાલી છે.અર્થાત માત્ર 31 જજ હજુ કામ કરી રહ્યા છે.જયારે દિલ્હી હાઈકોર્ટમાં પણ કુલ સેકશન પદ 60 માંથી માત્ર 31 પદ ભરેલા છે અને 29 જજોના પદ ખાલી છે. નેશનલ જયુડીશ્યલ ડેટા ગ્રીડના આંકડા અનુસાર જો નીચલી અદાલતો પર નજર નાખવામાં આવે તો હજુ કુલ 3.25 કરોડ પેન્ડીંગ કરેલ છે.જયારે હાઈકોર્ટમાં લગભગ 45 લાખ પેન્ડીંગ કેસ છે. જયારે સુપ્રિમ કોર્ટમાં 1 મે 2021 ના રોજ આંકડા અનુસાર 67898 કેસ પેન્ડીંગ છે.