ચીખલી : આલીપોરના મુસ્લિમ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી ખાભિયા ફળીયા વિસ્તારમાં સતિપતિ પંથના નેજા હેઠળ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
ચીખલી મામલતદાર પ્રિયંકાબેન પટેલને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યાનુસાર તાજેતરમાં ૫-જુનના રોજ આલીપોર ગામના ખાંભિયા વિસ્તારમાં આદિવાસી નાયકા જ્ઞાતીના સતીપતિ પંથના નાગરિકોએ ખેતીની જમીનો અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરેલ આ અસામાજિક ટોળું ભેગું થઈ જણાવતા હતા કે હમારી પોતાની સરકાર છે.અમારા ઉપર કોઈ સરકારનો કોઈ કાયદો ચાલતો નથી.તમો મુસલમાનો પાકિસ્તાનથી આવેલા છે.અને હમો સતિપતિ ભારત સરકારની મિલકતમાં તમો કોઈ માલિક-કબજેદાર નથી.તેવું જણાવી મોયાપાયે બુમબરાડા પાડી હુલ્લડ જેવું વાતાવરણ ઉભું કરતા આ અંગેની જાણ ૧૦૦-નંબર પર કરતા પોલીસે સ્થળ ઉપર આવી અટકાયતી પગલાં ભર્યા હતા.જેમા હમો જમીન માલિકો સામે પણ અટકાયતી પગલાં લઈ જામીન લેવામાં આવેલ વધુમાં જણાવ્યું છે કે આદિવાસી સમાજ પૈકી કેટલાક સતિપતિ પંથના નેજા હેઠળ પુરુષ-સ્ત્રીઓ હમારા આલીપોર ખાભિયા વિસ્તારમાં અમારી કિંમતી જમીન ઉપર જતા જમીન માલિકો,સમાજના આગેવાનો ઉપર લાકડા-ખેતીના ઓજારોથી હુમલો કરનાર હોવાની દહેશત વ્યક્ત કરી આઠેક જેટલાના નામો પણ આપવામાં આવ્યા છે.ઉપરોક્ત પૈકી કેટલીક જમીન હવે આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ હેઠળ ચાલી આવેલ આલીપોર હોસ્પિટલને મૂળ માલિકોના વહીવટકર્તા તરફથી બક્ષીસ યાને વકફમાં મળેલ જમીન છે.ઉપરાંત સ્વતંત્ર માલિકીની પણ છે.