ઓલપાડ : ઓવરટેક કરવાની બાબતે થયેલી બોલાચાલીમા 4 યુવકોએ ફરિયાદી અને તેના સંબંધીને મારમારી હાથમા ફ્રેક્ચર કરવા સાથે સોનાની ચેન તોડી નાખવાની બાબતે ફરિયાદ ન નોધવા બાબતે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ મોરી અને હેડ કોન્સ્ટેબલે હોસ્પિટલ જઇને સારવાર હેઠળના ભોગબનનાર ને ફરિયાદ પાછી લેવા ધમકાવવાની ગંભીર ઘટનામાં જિલ્લા પોલીસ વડા એ કાર્યવાહી કરી હતી.પી.એસ.આઈ એ.બી મોરી અને હેડ કોન્સ્ટેબલ મુકેશ જોગરાણા ને તાત્કલિક અસરથી સસ્પેન્ડ કરવા સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન નો ચાર્જ એલ.સી.બી પી.આઈ બી.કે ખાચર ને સોપવામાં આવ્યો છે.
ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામ જદુરામ સોસાયટી ખાતે રહેતા કલ્પેશભાઈ ભીખુભાઈ આહીર એ ગત 10 જુનની સાંજે 6 કલાકે સરોલીથી પોતાના ઘરે પરત આવતો હતો ત્યારે અટોદરા ગામ પાટિયા નજીકથી ફોર વ્હીલ લઈને પસાર થતી વખતે સફેદ કલરની આઈ 20 કાર ચાલક સાથે ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થતા આઈ 20 કાર નંબર GJ-05, RG-2090 ના ચાલકે ફોન કરી બીજા માણસોને બોલાવતા ઓલપાડ તરફથી આવેલા અન્ય ૩ ઇસમો સાથે મળી મારામારી કરતા લોકોનું ટોળું ભેગું થતા કલ્પેશ આહિરે ફોન કરી તેમના પિતા અને સંબંધીઓ ને બોલાવતા.આઈ ૨૦ કાર નો ચાલક અને તેના સાગરીતોએ ઝપાઝપી કરતા વિજય આહીર અને ધનાભાઇ આહીરે ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટીને ઘટના સ્થળે પડી ગયેલી. ઝપાઝપી મા ફરિયાદી સાથે તેના સંબંધીઓને ઈજા થયેલ જયારે ધનાભાઇ આહીર ને છાંટી મા તેમજ ડાબા હાથની આંગળીમાં ફેકચર થતા સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા.ત્યારે આ ઘટનામાં ઓલપાડ ઇન્ચાર્જ પી.એસ.આઈ અશોક મોરી એ માત્ર મારામારી અને જાનથી માંરીનાખવાની ધમકી આપવાની ફરિયાદ નોધી હતી જયારે ફરિયાદીના સંબંધી ને હાથની આંગળી મા ફેકચર થવા સાથે સોનાની ચેન ગુમ થવાની ફરિયાદ ન નોધી તે બાબતે આપેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પી.એસ.આઈ મોરી અને હેડ કોન્સ્ટેબલ મુકેશ જોગરાણા ભેગામળી સુરતની અસ્તિત્વ હોસ્પિટલ ખાતે જઇને ફરિયાદી અને તેના સંબંધીને ધમકાવવાની વાતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઉષા રાડાને ફરિયાદ થતા તપાસને અંતે વિવાદી ઇન્ચાર્જ પી.એસ.આઈ એ.બી મોરી અને હેડ કોન્સ્ટેબલ મુકેશ જોગરાણાને તાત્કલિક અસરથી સસ્પેન્ડ કરવા સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન નો ચાર્જ એલ.સી.બી પી.આઈ બી.કે ખાચર ને સોપવામાં આવ્યો છે.