ડેલકર આપઘાત કેસમાં મુંબઈ SITએ પાંચને સમન્સ ફટકારતા માહોલ ગરમાયો : અધિકારીઓ-રાજકીય નેતાઓની ધરપકડના ભણકારા !!

864

સંઘપ્રદેશ : દાનહ સાત ટર્મ સુધી ચુંટાયેલા સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમા મુંબઈની એસઆઈટીની ટીમે બુધવારે આ કેસના આરોપીઓ ઉપરાંત અન્ય કેટલાકને પૂછપરછ માટે નોટિસ આપી છે જેને લઇ સંઘપ્રદેશના જાગૃત નાગિરકો અને ડેલકર સમર્થકોમાં ન્યાય મળવાને લઇ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.છેલ્લા 4 મહિના કરતા વધુ સમયથી મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઈ પોલીસને મળેલી સુસાઇડ નોટમાં પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ ખોડા પટેલ સહીત ટોચના અધિકારીઓ દ્વારા સાંસદને ત્રાસ અપાતો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો,ત્યારબાદ એકાએક આ કેસમાં તપાસ ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી પરંતુ હવે SITએ આ મામલે નોટીસ ફટકારતા ફરી રાજકીય માહોલ ગરમાયો છે.ડેલકર આપઘાત કેસમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓનો સામવેશ થાય છે.દાનહ સાંસદ સ્વ.મોહન એસ.ડેલકરે મુંબઈની એક હોટલમાં સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી હતી.જે સંદર્ભે એમના દીકરા અભિનવ ડેલકરે મુંબઈ પોલીસમાં સ્યુસાઇ નોટમાં જે મુખ્ય આઠ વ્યક્તિના નામ લખ્યા હતા તેઓ સામે ફરિયાદ નોંધાવી હતી.આ કેસની તપાસ એસાઈટીને સોપવામાં આવી હતી.

સૂત્રો પાસે મળેલી માહિતી મુજબ SITએ આરોપી સિવાય અન્ય લોકોની પૂછપરછો હાથ ધરી છે.જેમાં જિલ્લા પંચાયત સભ્ય તેમજ પાલિકાના સભ્યનો પણ સમાવેશ થાય છે એજ પ્રમાણે આજે બીજા અન્ય 3 થી 5 લોકો જેમાં કેટલા અધિકારી અને રાજકારણીને પૂછપરછ માટે તારીખ 25-06-2021 શુક્રવારના દિને સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મરીનડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાપસ અધિકારી પાંડુરંગ શિંદે,આસિસ્ટન્ટ કમિશનર પોલીસ કોલાબા ડિવિઝન મુંબઈએ સમન્સ જારી કર્યું છે. આપઘાતના ચાર માસ પછી મુંબઇ પોલીસે તપાસની શરૂઆત કરતા હાલ સંઘપ્રદેશ દાનહમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકપ્રિય સાંસદ મોહન ડેલકરના આપઘાતને લઇ સંઘપ્રદેશના રાજકારણમાં શુન્યાવકાશ સર્જાયો છે અને ન્યાયની ગુહાર લગાવી રહેલા ડેલકરના સમર્થકો તેમજ સ્વજનોમાં હવે એસઆઈટીએ એન્ટ્રી કરતા આશા જન્મી છે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી આ મામલે યોગ્ય તપાસ થશે તેવી માંગણીઓ શરૂઆતથી જ વિરોધ પ્રદર્શન પણ અગાઉ કરાયા હતા.મોહન ડેલકરના આપઘાત બાદ સમગ્ર દાદરાનગર હવેલીમાં લોકોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને સુસાઇડ નોટમાં પ્રદેશના એડ્મીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલનું પણ નામ હોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રચંડ વિરોધ પણ કર્યો હતો ત્યારે હવે આવનારા દિવસોમાં મુંબઈ પોલીસ ડેલકર આપઘાત પ્રકરણમાં તથ્યોને આધીન મોટા માથાઓની પૂછતાછ બાદ ધરપકડ કરી શકે તેવા ભણકારા પણ હાલના તબબકે વાગી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

Share Now