વડોદરામાં સિનિયર વકીલનો યુવતી સાથેનો નગ્ન વીડિયો થયો વાયરલ,

448

વડોદરા : સમગ્ર શહેરમાં હાલ એક વૃદ્ધ વકીલનો વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા 70 વર્ષના સીનિયર વકીલનો એક યુવતી સાથેનો ન્યૂડ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયોમાં બંન્ને ન્યૂડ જોવા મળી રહ્યા છે.ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.વકીલનાં પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.વકીલની પત્નીએ આ વીડિયો યુવતીનાં પતિને મોકલ્યો હતો.ત્યાર બાદ આ સમગ્ર કેસ સામે આવ્યો છે.પતિએ આ અંગે પરિણીતાને પુછતા તેણે ચોંકાવનારા દાવા કર્યા હતા.

પરિણીતાએ પોલીસને આપેલી માહિતી અનુસાર 2012માં તેણે ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું હતું.આ વૃદ્ધ વકીલનુ તેના ઘરે અવર જવર કરતા હતા.પરિણીતાને તેમણે જ સલાહ આપી હતી કે, તું એલએલબી કરી લે હું તને વકીલાત શીખવાડીશ.ત્યાર બાદ પરિણીતાએ એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો હતો.જેની પ્રેક્ટિસ તે વૃદ્ધ વકીલ પાસે કરતી હતી.પરિણીતાના ઘરે તે અવારનવાર જતા હતા.ઘરે એકલો હોત ત્યારે બિભત્સ માંગણીઓ પણ કરતો હતો.

મહિલાના અનુસાર આ વકીલ તેના પરિવારનાં સભ્યોને ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.ત્યાર બાદ તે અવાર નવાર પરિણીતાને કોલિંગ કરીને ન્યૂડ થવા મજબુર કરતા હતા.પોતે પણ ન્યૂડ અવસ્થામાં અશ્લીલ હરકતો કરતા હતા.આ ઉપરાંત ક્યારેક ક્યારેક ઘરે આવીને શારીરિક અડપલા કરતા હતા.

આ યુવતીના પહેલા એકવાર લ્ગન થયા હતા જો કે કોઇ કારણથી છુટાછેડા થયા હતા.ત્યાર બાદ તેણે બીજા લગ્ન કર્યા.બંન્નેનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું.વૃદ્ધ વકીલની પત્નીનાં મોબાઇલમાંથી 21 તારીખે એક વીડિયો મહિલાના પતિને મોકલ્યો હતો.પોલીસે ગુરૂવારે રાત્રે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.ફરાર વકીલ દંપત્તીની શોધખોળ આદરી છે.

બીજી તરફ વકીલનાં પત્નીએ આ વીડિયો વાયરલ કેમ કર્યો અને વીડિયો વાયરલ થયા બાદ તે ફરાર શા માટે થઇ ગયા તે અંગે હાલ અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.જો કે આ કેસ સામે આવતા વકીલ જગતમાં પણ ભારે ચકચાર ફેલાઇ છે.હાલ તો પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

Share Now