કેન્દ્ર સરકારે ડેલ્ટા+ વેરિઅન્ટને લઇ ગુજરાત સહિત 8 રાજ્યોને કર્યા એલર્ટ

214

કોરોના વાયરસનો નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે.અત્યાર સુધી અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 48 સંક્રમિતોની ઓળખ થઇ ચૂકી છે.તેનાથી ચિંતિત કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે 8 રાજ્યોને પત્ર લખીને જિનોમ સિક્વેંસિંગ માટે સેમ્પલ મોકલવાનું કહ્યું છે.

આ 8 રાજ્યોને પત્ર લખીને જીનોમ સિક્વેંસિંગના સેમ્પલ માંગ્યા

આ આઠ રાજ્યોમાં આંધ્રપ્રદેશ,ગુજરાત,હરિયાણા,જમ્મુ-કાશ્મીર,પંજાબ,કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુનું નામ સામેલ છે.કેન્દ્રે આ રાજ્યોને કહ્યું કે જિલ્લાઓ અને ગ્રૂપોમાં તાત્કાલિક રોકથામના ઉપાય કરો.તેમાં ભીડ અને લોકોને પરસ્પર મળવા પર પ્રતિબંધ, મોટાપાયે ટેસ્ટિંગ,તાત્કાલિક ટ્રેસિંગ અને સાથો સાથ પ્રાથમિકતાના આધાર પર વેકસીન કવરેજ જેવા નિર્દેશ સામેલ છે.કેન્દ્ર એ કહ્યું કે ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળતા લોકોના પર્યાપ્ત નમૂના જીનોમ સિક્વેંસિંગ માટે INSACOGથી રજીસ્ટર્ડ લેબોરેટરીમાં તાત્કાલિક મોકલી દો.

સ્વાસ્થય સચિવ ભૂષણે કહી આ વાત

સ્વાસ્થય સચિવ રાજેશ ભૂષણે આ અલગ-અલગ રાજ્યોને પત્રો લખીને એ જિલ્લાઓ કે જગ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળ્યા છે.તેના પ્રભાવને જોતા કહ્યું છે કે વધુ સાવધાની અને કડક પગલાં જ આ વેરિઅન્ટના લક્ષણને જોતા ઉઠાવાની જરૂર છે.

આપને જણાવી દઇએ કે ગુજરાતના વડોદરા અને સુરત, તામિલનાડુના મદુરઇ, કાંચીપુરમ અને ચેન્નાઇ જિલ્લા,રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં,કર્ણાટકના મૈસૂરમાં, પંજાબના પટિયાલા અને લુધિયાણામાં,જમ્મુ-કાશ્મીરના કટરામાં,હરિયાણાના ફરીદાબાદમાં અને આંધ્રપ્રદેશના તિરૂપતિામાં ડેલ્ટા પ્લસના સંક્રમિત મળ્યા છે.

Share Now