મુંબઇ,તા.26 : કોરોનાકાળમાં મોટાભાગના રોજગાર ધંધા પડી ભાંગતા લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે ત્યારે બેંકીંગ ક્ષેત્રે આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ નફો મેળવ્યો છે.આ નાણાંકીય વર્ષમાં બેંકોએ આશરે 1,02,252 કરોડ રૂપિયાનો નફો નોંધ્યો છે.આ નફામાં 50 ટકા યોગદાન એચડીએફસી બેંક તેમજ સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાએ નોંધાવ્યું છે. કુલ નફામાંથી એચડીએફસી બેંકે 31,116 કરોડ રૂપિયા એટલે કે 30 ટકાનો હિસ્સો નોંધાવ્યો છે જે ગયા વર્ષની તુલનાએ 18 ટકા વધુ છે.
દેશની સૌથી મોટી લોનદાતા બેંક એસબીઆઇ એ પણ 20,410 કરોડ રૂ. એટલે કે 20 ટકા હિસ્સેદારી નોંધાવી છે.ત્રીજા સ્થાનેભ 16,192 કરોડ સાથે આઇસીઆઇસીઆઇ બેંક રહી છે.જેણે ગયા નાણાકીય વર્ષની સરખામણીએ આ વર્ષે બેગણા કરતા વધુ નફો મેળવ્યો છે.પબ્લિક સેકટરની બેંકો ઉધાર આપવામાં ધીમી હોવાથી પ્રાઇવેટ બેંકોએ પણ સાર્વજનીક ક્ષેત્રોમાં માર્કેટ શેર મેળવ્યા હતાં.પબ્લિક સેકટર બેંકોએ 5 વર્ષમાં પહેલીવાર શુદ્ધ લાભ મેળવવી સૌથી મોટું ટર્નઓવર નોંધ્યું છે.પબ્લિક સેકટરની 12 પૈકી 2 બેંકોને નુકસાન થયું છે.જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.પ્રાઇવેટ સેકટરમાં યસ બેંકેરૂ.3462 કરોડનું નુકસાન થયેલું છે. જોકે, રેડઝોનમાં આવતી બેંકો માટે આ વર્ષે ગયા વર્ષેની તુલનાએ ઓછું નુકસાન થયું છે.
પબ્લિક સેકટરની બેંકોએ 2020માં 26,015 કરોડનું નુકસાન વેઠ્યું હતું જયારે 2021ના નાણાંકીય વર્ષ માટે 57,832કરોડનો નફો મેળવવાનું કારણ નોન પરફોર્મિંગ એસે પર ઓછી લોનની જોગવાઇ છે.છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બેંકોને આ માટે ખુબ ઉંચી જોગવાઇ કરવી પડતી હતી.વર્ષ 2020 સુધીમાં બેંકોએ મોટાભાગનું ઉધાર પરત મેળવી લીધું હતું.જેથી છેલ્લા અમુક વર્ષોથી નુકસાનીમાં જતી બેંકો આ વર્ષોથી નુકસાનીમાં જતી બેંકો આ વર્ષે નફો મેળવી શકી હતી.
એક રિપોર્ટ મુજબ, કોરોના શરૂ થયો ત્યારથી જાહેર ક્ષેત્રની બેઁકોને તેમના બોન્ડ પોર્ટફેલીયો પર ટ્રેડિંગ લાભ થઇ રહ્યો છે.માર્ચ 2020માં રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં મોટા ઘટાડા બાદ બેંકો બોન્ડ પર પણ સારી કમાણી કરી રહી છે. 2ં021ના વર્ષમાં બોન્ડ વેચાણથી થયેલો લાભ સરકાર દ્વારા દેવામાં આવેલ 20,00ં0 કરોડના લાભ કરતા વધુ છે.જયારે વ્યાજદર ઘટે છે ત્યારે સરકારી બોન્ડના ભાવ વધી જાય છે. દરોને ઓછા રાખવાના આટલી આઇના આક્રમક પગલાએ વ્યાજની આવકમાં ઘટાડો કર્યો છે. પરંતુ ટ્રેજરી નફામાં ખુબ લાભ પ્રાપ્ત થયો છે.વર્ષ 2020 અને 2021માં 10 પબ્લિક સેકટર બેંકો 4 બેંકો મર્જ થઇ હતી. ગયાવર્ષ મર્જ થયેલી બેંકોએ આશરે રૂ.26,015 કરોડ નુકસાની નોંધી હતી.જોકે, આ વર્ષ મર્જ થયેલ ઇન્ડિયન બેંકે 3004 કરોડ તો યુનીયા બેંકે 2,905 કરોડ રૂનો નફો મેળવ્યો છે.
કોરોના મહામારીની અસર હજુ સુધી બેકોની બેલેન્સશીટમાં જોવા મળી નથી કારણકે ઋણદાતાઓને લોનનું પુનગર્ઠન કરવાની મંજુરી આપવામાં આવી છે.બીજી લહેરમાં આરબીઆઇ દ્વારા બેંકોને લોકોને લોનની ચુકવણી માટે વધુ એક વર્ષઆપવાનીમંજુરી આપવામાં આવી છે.કોરોનાને પગલે મોટા કોર્પોરેટ ખાતાઓને ખાસ અસર થઇ નથી.જેથી બેંકોને ભવિષ્યમાં ડિફોલ્ટને કારણે નુકસાનલ જવાની શકયતા ખુબ ઓછી છે.હાલ સામાન્ય માણસ કોરોનાને કારણે આર્થિક રીતે પડી ભાંગ્યો છે પરંતુ બેંકોએ મસમોટો લાભ પ્રાપ્ત કર્યો છે.