લંડન : બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.તેમના પર આરોપ હતો કે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં તેમની સાથે કામ કરતી એક સહકર્મીને કિસ કરી હતી.
પ્રધાનમંત્રીએ સોંપ્યું રાજીનામું
પ્રધાનમંત્રીને લખેલા પોતાના રાજીનામામાં 42 વર્ષના મેટ હેનકોકે કહ્યું કે આપણે મહામારી સામે લડવામાં માટે એક દેશ તરીકે ખુબ મહેનત કરી છે.આ મહમારીમાં લોકોએ જેટલા બલિદાન આપ્યા છે,તેને જોતા આપણે કઈ ખોટું કરીએ તો આપણી જવાબદારી બને છે કે આપણે તેમની સાથે પ્રમાણિક રહીએ.તેમણે કોરોનાના’ દિશાનિર્દેશોના ભંગ’ બદલ માફી પણ માંગી.
તસવીર આવી હતી સામે
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોક સીસીટીવી ફૂટેજમાં મહિલા સહકર્મી ગીના કોલાડંગેલોને કિસ કરતા જોવા મળ્યા હતા.ત્યારબાદ ખુબ હંગામો મચ્યો હતો. એવું કહેવાય છે કે આ તસવીર છ મેની હતી. હેનકોક પર કોરોના નિયમોના ભંગનો આરોપ લાગ્યો હતો.વિવાદ સામે આવ્યા બાદ બ્રિટનની બોરિસ જ્હોનસન સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી.મેટના રાજીનામાનો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને સ્વીકાર પણ કરી લીધો છે.આ સાથે જ તેમણે કહ્યું કે માત્ર કોરોના મહામારીને પહોંચી વળવા માટે જ નહીં પરંતુ તે પહેલા પણ તમે જે કઈ મેળવ્યું છે તેના પર તમારે ગર્વ સાથે પદ છોડવું જોઈએ.