ન્યુદિલ્હી : દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાનો આદેશ આજરોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો છે.તથા કેટલું વળતર આપવું તે અંગેની ગાઈડ લાઈન નક્કી કરવા 6 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરવામાં આવી હતી.જેમાં 4 લાખનું વળતર આપવા માંગણી કરાઈ હતી.તથા દેશના તમામ રાજ્યોમાં આ અંગે સમાન નીતિ દાખલ કરવા વિનંતી કરાઈ હતી.જેના અનુસંધાને કેન્દ્ર સરકારે 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવાની અશક્તિ દર્શાવી હતી.આથી નામદાર કોર્ટે વળતરની રકમ તથા ગાઈડ લાઈન નક્કી કરવા 6 સપ્તાહનો સમય આપ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.