ગુલશનકુમાર હત્યાકાંડ : ‘દોષિત ઉદારતાનો હકદાર નથી’, HC એ અબ્દુલ રઉફની આજીવન કેદની સજા યથાવત રાખી

271

મુંબઈ : ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે.જેમાં મર્ડરના એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચન્ટની સજાને યથાવત રાખવામાં આવી છે.અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથે છે જેને સેશન કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અબ્દુલ રઉફ કોઈ પણ પ્રકારની ઉદારતાનો હકદાર નથી.કારણ કે તે પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો.હાઈકોર્ટે રમેશ તોરાની અંગેની મહારાષ્ટ્ર સરકારની અરજી જોકે ફગાવી દીધી છે.આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રશિદ,જેને અગાઉ સેશન્સ કોર્ટે છોડી મૂક્યો હતો તેને પણ હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો.જસ્ટિસ જાધવ અને જસ્ટિસ બોરકરે અરજી પર ચુકાદો આપ્યો.

અત્રે જણાવવાનું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતુ નામ ગણાતા ટી સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી.તેમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી.કેટલાક લોકો પર હજુ કેસ ચાલુ છે.

ગુલશનકુમાર મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.તપાસમાં એવી વાત સામે આવી હતી કે અંડરવર્લ્ડના ડોન અબુ સાલેમના ઈશારે તેના સાથીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. ગુલશનકુમારના પિતાની જ્યૂસની દુકાન હતી પરંતુ ગુલશનકુમારે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી.તેમણે ટી સિરીઝની સ્થાપના કરી જે સંગીત જગતમાં દેશની જાણીતી કંપનીઓમાંથી એક છે.ભક્તિ સંગીતની કેસેટો દ્વારા ગુલશનકુમારે સમગ્ર દેશમાં સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું.ટી સિરીઝે અનેક ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે.

Another accused Abdul Rashid who was acquitted earlier by sessions court has been convicted by Bombay High Court now following Maharashtra govt’s appeals against his acquittal. Abdul Rashid Dawood Merchant has been given life term after conviction by HC.

– ANI (@ANI) July 1, 2021

ગુલશનકુમાર કેસ સંબંધિત કુલ ચાર અરજી બોમ્બે હાઈકોર્ટમાં આવી હતી.જેમાંથી 3 અપીલ અબ્દુલ રઉફ, રાકેશ ચંચલા પિન્નમ અને રાકેશ ખાઓકરને દોષિત ઠેરવવા વિરુદ્ધ હતી.જ્યારે અન્ય અરજી મહારાષ્ટ્ર સરકારે દાખલ કરી હતી.તે બોલીવુડ પ્રોડ્યુસર રમેશ તોરાનીને છોડી મૂકવા વિરુદ્ધ હતી.તેમના પર હત્યા માટે ઉક્સાવવાનો આરોપ હતો.જેમને છોડી મૂકવામાં આવ્યા હતા.જો કે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની અરજી ફગાવી દીધી.

Share Now