– પીએસઆઈ પી.એચ.નાઇ કોસંબા પોલીસ સ્ટેશનના ચાર્જમાં હતા ત્યારે સ્ટેબિંગની ઘટનામાં ગુનો નોંધ્યો ન હતો
માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.એચ.નાઈ તેમજ કોસંબા પોલીસ સ્ટેશનના એક એ.એસ.આઈને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.વર્ષ 2019 દરમ્યાન એક સ્ટેબિંગના ગુનામાં કોસંબા પોલીસ સ્ટેશનના ચાર્જ દરમ્યાન ગુનો નોંધ્યો ન હતો.જેમાં ભોગ બનનાર યુવાનનું મોત થયું હતું. આ પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.એચ.આઈ વર્ષ 2019 દરમ્યાન કોસંબા પોલીસ સ્ટેશનમાં ઇ.ચાર્જ પી.આઈ તરીકે ફરજ બજાવતા હતા.આ દરમ્યાન કોસંબા ને.હા-48 ઉપર સ્થાનિક હિસ્ટ્રીશીટર પ્રતિક ગાયકવાડ તથા તેના સાગરીતોએ રિક્ષામાં લૂટ ચલાવ્યા બાદ લૂટના મુદ્દામાલની ભાગ બતાઈ બાબતે વિવાદ થયો હતો.તેમના સાગરીતોએ પ્રતિક ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત પ્રતિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે પી.એસ.આઈ એ આ પ્રકરણમાં કોઈપણ પ્રકારનો ગુનો રજીસ્ટર કર્યો ન હતો.જેમાં એક મહિનાની સારવાર બાદ પ્રતિકનું મોત નીપજયું હતું.પોલીસે પાછળથી હત્યાનો ગુનો નોંધ્યો હતો.તે સમયે નાઈની બદલી માંગરોળ પી.એસ.આઈ તરીકે થઈ ચૂકી હતી.આ પ્રકરણમાં ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી.જેમાં પી.એસ.આઈ પી.એચ.આઈ તેમજ બીટ જમાદાર એ.એસ.આઈ ધર્મેશ વસાવાને ગુનો નોંધવામાં નિષ્ક્રિયતા બદલ જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો છે.