નવી દિલ્હી : વિશ્વમાં મિડિયાની સ્વતંત્રતા ઓછી કરવાવાળાઓની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.આ યાદીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન,કિમ જોંગ ઉન,શી જિનપિંગ સહિત 37 નામ સામેલ છે. એ લિસ્ટ રિપોર્ટસ વિથાઉટ બોર્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ લિસ્ટ પાંચ વર્ષ પછી આવ્યું છે.આ પહેલાં એ લિસ્ટ 2016માં જારી કરવામાં આવ્યું હતું.ગ્લોબલ પ્રેસ સંસ્થાએ કહ્યું હતું કે સામેલ 37 નેતાઓમાંથી 17 નામ પહેલી વાર જોડવામાં આવ્યા છે.આ નેતાઓએ અભિવ્યક્તિ પર રોક લગાવવાના પ્રયાસ કર્યા છે,બલકે પત્રકારોને મનમાની રીતે જેલમાં પણ મોકલ્યા છે.આ લિસ્ટમાં 19 દેશોને રેડ કલરથી દેખાડવામાં આવ્યા છે, અર્થાત એ દેશો પત્રકારત્વને હિસાબે ખરાબ સ્થિતિવાળા દેશોમાંના એક બતાવ્યા છે, જ્યારે 16 દેશોને બ્લેક કોડિંગ આપવામાં આવી છે.એ સ્થિતિ બહુ ખરાબ છે.
રિપોર્ટસ વિથાઉટ બોર્ડર્સને RSFના નામથી ઓળખવામાં આવે છે, કેમ કે ફ્રાન્સિસીમાં એનું નામ રિપોર્ટર્સ સાં ફ્રાન્તિએ છે. સંસ્થા દ્વારા જારી કરાયેલા લિસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એ નામ પ્રેસની સ્વતંત્રતા પર સતત હુમલા કરી રહ્યા છે.આ સંસ્થાને ગેલેરી ઓફ ગ્રિમ પોટ્રેટ કહે છે એટલે કે નિરાશા વધારનારા ચહેરાઓની ગેલેરી.
આ યાદીમાં સામેલ અન્ય નામોની જો વાત કરવામાં આવે તો સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન,બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસેનારો,હંગેરીના વિક્ટોર ઓર્બાન,બંગલાદેશનાં વડા પ્રધાન વ્લાદિમિર પુતિન અને બેલારુસના લુકાશેંકો સામેલ છે. RSFએ એ લિસ્ટ 20 વર્ષ પહેલાં બનાવવાનું શરૂ થયું હતું.