ATSનું સુરતમાં ઓપરેશન: બનાવટી પાસપોર્ટ-વિઝાનું નેટવર્ક પકડાયું, સેક્સ કરવા માગતી વિધવાઓને દૂબઈની ઓફર.

267

નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશમાં મોકલી છેતરપિંડી કરનાર આદમ મોહમ્મદ ઈરફાનને સુરતના મોટા વરાછાથી એટીએસની ટીમે ઝડપી પાડયો છે.પોલીસે આરોપીની પૂછપરછ કરતા કબૂલ્યુ કે, મહારાષ્ટ્ર,ગુજરાત,દિલ્હી સહિત અનેક રાજ્યોની પાસપોર્ટ ઓફિસમાં ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી અનેક લોકોને વિદેશ મોકલ્યા છે.વધુમાં આરોપીએ કબૂલ્યુ કે, પૈસા માટે લોકો સાથે ઠગાઇ કરતો હતો આથી ગુજરાત એટીએસની ટીમે આરોપીની વધુ તપાસ હાથધરી છે.

રાજ્યના સુરતમાં બનાવટી પાસપોર્ટ અને વિઝા બનાવીને એક શખ્સ અનેક લોકોને વિદેશ મોકલી રહ્યો હોવાની એટીએસની ટીમને બાતમી મળી હતી.જેના આધારે ગુજરાત એટીએસ ઇન્સપેક્ટર સી.આર.જાધવની ટીમે સુરત એસ.ઓ.જી.ના ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાને મદદમાં લઇ મોટા વરાછા ખાતેથી આદમ મોહમ્મદ ઇરફાનની અટકાયત કરી હતી.એટીએસની ટીમે આરોપીની ઓફિસ અને ઘરમાં સર્ચ કરતા આફ્રિકા,કેનેડા,અમેરિકા,પેરૂ,નેપાળ સહિત અનેક દેશોના બનાવટી વિઝા અને પાસપોર્ટ મળી આવ્યા હતા.આરોપીની એટીએસની ટીમે પૂછપરછ કરતા કબૂલ્યુ કે, મહારાષ્ટ્ર,ગુજરાત,દિલ્હી, કોલકતા સહિત દેશની અનેક પાસપોર્ટ ઓફિસમાં ખોટા નામે બનાવટી પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવતો હતો.આરોપી આદમે અત્યાર સુધીમાં સાતથી વધુ ગુનોને બનાવટી પાસપોર્ટ અને વિઝા બનાવીને લોકોને વિદેશ મોકલ્યા હોવાનું બહાર આવ્યુ છે.

આદમ 25 વખત બાંગ્લાદેશ જઇ આવ્યાનો દાવાથી સનસનાટી

આદમ પાસે અનેક લોકો પાસપોર્ટ બનાવવા આવતા હોવાના પુરાવા મળ્યા હતા. તેનો દાવો હતો કે પોતે ૨૫ વખત બાંગ્લાદેશ જઇને આવ્યો છે.સુરતની બે યુવતીઓ યુરોપ જવા માગતી હોઇ તે પૈકી એક યુવતીને તેણે પોતાની સાથે કલકત્તાની બોર્ડરથી બાંગ્લાદેશ લઇ જવાની વાત કરી હતી.ત્યાં કોઇ નાના ગામમાં એક મહિનો રહ્યા બાદ ત્યાંથી બાંગ્લાદેશના વિઝા મારફત દુબઇ અને ત્યાંથી યુરોપમાં મોકલવાની ઓફર કરી હતી. ૨૫ વખત બાંગલાદેશ જવાની આદમની વાતે પોલીસ ચોંકી છે. પોલીસે તે બાંગ્લાદેશમા સાચે જ ગયો છે કે નહિ અને ગયો હોય તો ત્યાં જઇને શું કરતો હતો અને કોના સંપર્કમાં હતો તેને લઇને સખ્તાઇથી તપાસ કરી રહી છે.

આફ્રિકા અને પાકિસ્તનાથી પણ પણ ક્લાયન્ટ

આદમે દાવો કર્યો હતો કે પોતે નકલી પાસપોર્ટ બનાવી આપવામાં માહેર છે. પોેલીસને તેના ઘરમાંથી પાસપોર્ટ તથા કલર ઝેરોક્સ સહિત 60 જેટલાં પાસપોર્ટની વિગતો મળી હતી.પોલીસ તેના વોટ્સએપ ચેટ ઉપર અને ફેસબુક ચેટ ઉપર વોચ રાખી રહી હતી.તેને સુરત ઉપરાંત પાકિસ્તાન,આફ્રિકા સહિતના દેશમાંથી વિઝા અને પાસપોર્ટ બનાવી આપવા માટે ફોન આવતા હતા.તે ક્લાયન્ટસને એવા વિડીયો બતાવતો જેમાં તેણે બનાવી આપેલાં પાસપોર્ટ અને વિઝાને કારણે લોકો વિદેશોમાં સ્થાયી થયા હોય.પોલીસે આ વિડીયોની ખરાઇ માટે તપાસ હાથ ધરી છે.

એક લાખ ડોલર રોકાણ કરે તો ડોમિનીક પાસપોર્ટની ઓફર

ભાગેડુ ચોક્સી હાલ ડોમિનીકામાં જતો રહ્યો હોવાની વાત જગજાહેર છે.આ દેશમાં રોકાણ કરવામાં આવે તો ત્યાંનો પાસપોર્ટ બનાવી આપતી હોવાનું અને આ પાસપોર્ટને કારણે ૧૬૫ જેટલાં દેશોમાં વિઝા વિના ફરી શકાતું હોઇ ત્યાંનો પાસપોર્ટ બનાવી આપવાની ઓફર કરતો.તે માટે એક લાખ ડોલરનું રોકાણ કરવાનું કહેતો.જોકે આ પાસપોર્ટ બનાવ્યા બાદ તે ડોમિનીકા નહિ જવાનું કહેતો હતો.તેણે કેટલાંને આ રીતે શીશામાં ઉતાર્યા હતા તેની વિગતો પણ તેના મોબાઇલ ફોનના ચેટિંગને આધારે ચકાસાઇ રહી છે.

સેક્સ કરવા માગતી વિધવાઓને દુબઇ ફેરવવાની વેબસાઇટ ઉપર ઓફર

આદમ સેક્સ મેનિયાક પણ હોવાનું પોલીસ જણાવી રહી છે. તેણે લોકોન્ટો વેબ સાઇટ ઉપર પોતે વિધવાઓ અથવા જે યુવતીઓને સેક્સ કરવાની ઇચ્છા હોય તેમને પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.પોતાનો મોબાઇલ નંબર પણ લખવાની સાથે જે યુવતી પોતાની સાથે સેક્સ કરવા તૈયાર હોય તેને ફ્રીમાં દુબઇ ફેરવવાની પણ જાહેરાત કરી હતી.

Share Now