ડીસાના સિંચાઈના અધિકારીને ચાર વર્ષની કેદ, ૬૫ લાખનો દંડ

276

ડીસા : ડીસા સિંચાઈ વિભાગમાં વર્ગ-૨ના અધિકારીએ નહેરના કામમાં ગેરરીતિ કરી સરકારને લાખો રૃપિયાનું નુકસાન કરાવતા એસીબીમાં ફરિયાદના પગલે તપાસ શરૃ થઈ હતી.દરમિયાન તત્કાલીન અધિકારી સામે ફરિયાદનો કેસ ગતરોજ ડીસાની કોર્ટેમાં ચાલી જતા કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા અને રૃ.૬૫ લાખનો દંડ ફટકાર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી સિંચાઈ વિભાગની ઓફિસમાં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રામજીભાઈ હરિભાઈ પટેલે ફરજ દરમ્યાન નહેરો ખેડૂતોના ખેતરો સુધી બનાવવા,સાફસફાઈ કરાવવા,સમારકામ કરાવવાના ટેન્ડરો મંજૂર કરાવી લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર આચરતા હતા.આ મામલે એસીબીમાં જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા એસીબીની તપાસમાં અધિકારી પાસેથી ૬૪ લાખથી વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી.જેથી તેની સામે ગુનો નોંધવામાં આાવ્યો હતો.આ કેસ ગુરુવારે ડીસાની બીજી એડિશનલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા જજ બી.જે. દવેએ આરોપી રામજીભાઈ હરિભાઈ પટેેલને ૪ વર્ષની સાદી કેદ અને રૃ.૬૫ લાખનો દંડ ભરવાનો હુકમ કરતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share Now