મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે 100 કરોડની ખંડણીની વસૂલાત બદલ બોમ્બે હાઇકોર્ટમાં કેસ

277

મુંબઈ : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ ફરતે ઇડીએ ગાળિયો કસ્યો છે ત્યારે હવે તેના નાયબ મુખ્યમંત્રી પણ સાણસામાં સપડાયા છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે 100 કરોડની ખંડણીની વસૂલાત બદલ બોમ્બે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.ફક્ત અજીત પવાર જ નહી પણ પરિવહન પ્રધાન અનિલ પરબ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ સ્થિત વકીલ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.આ અરજીમાં આ કૌભાંડની તપાસમાં હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. હાઇકોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી છે.

Share Now