– પોતાના પુસ્તકના ટાઈટલમાં વાપરેલા શબ્દથી વિરોધ થયો
મુંબઈ : કરીના કપૂર ખાન વિરુદ્ધ કેટલાક લોકોએ ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ કેસ કર્યો છે.ખ્રિસ્તી સમાજના કેટલાક લોકોએ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી બુક ‘પ્રેગ્નન્સી બાઈબલ’ના ટાઈટલને અંગે વિરોધ નોંધાવ્યો છે.મહારાષ્ટ્રના બીડમાં કરીના તેમજ બે અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.ખ્રિસ્તી સમાજના લોકોએ તેમની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
9 જુલાઈએ બુક લોન્ચ થઈ
કરીના કપૂરનું નવું પુસ્તક 9 જુલાઈએ લોન્ચ થયું છે.તેણે પુસ્તકનું પ્રમોશન ઈન્સ્ટ્રાગ્રામ પર પણ કર્યું હતું.આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના અધ્યક્ષ આશિષ શિંદેએ બીડના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.તેમનો આરોપ છે કે પુસ્તકના ટાઈટલમાં બાઈબલ જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આવું કરવાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.પ્રાપ્ત વિગતો મુજબ શિવાજી નગરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
કરીના કપૂરે ફેબ્રુઆરીમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો.તેણે પુસ્તકના લોન્ચ વખતે જણાવ્યું કે ‘પ્રથમ અને બીજી પ્રેગ્નન્સી વખતે તેણે ફિઝિકલી અને ઈમોશનલી જે અનુભવ્યું તેનું વર્ણન તેણે પુસ્તકમાં કર્યું છે.’ કરીનાનો મોટો દીકરો તૈમૂર પાપારાઝીના ફેવરિટ છે.અત્યાર સુધી કરીનાએ નાના દીકરાનો ચહેરો મીડિયામાં ક્યાંય રીવીલ નથી કર્યો.બીજા પુત્રના નામ અંગે પણ કરીના અને સૈફે સત્તાવાર જાહેરાત નથી કરી.કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલ બાદ કરીનાના પિતા રણધીર કપૂરે પુષ્ટિ કરી હતી કે કરીનાના બીજા પુત્રનું નામ ‘જેહ’ છે.