અનિલ દેશમુખ થયા ગાયબ : ફોન આવી રહ્યો છો નોટ રિચેબલ, ED એ વહેલી સવારે કરેલા દરોડામાં ના મળી સફળતા

210

વિશેષ અને ગુપ્ત માહિતીના આધારે,ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી) ની ટીમ રવિવારે સવારે 4 વાગ્યે નાગપુર પહોંચી હતી અને ત્યાંથી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની શોધમાં તેમના પૈતૃક નિવાસસ્થાને પહોંચી હતી.અનિલ દેશમુખની કેટલીક પૈતૃક સંપત્તિ નાગપુર નજીકના કાટોલ અને વડવીહિરા ગામોમાં છે. ઇડીની ત્રણથી ચાર લોકોની ટીમે આ બંને સ્થળોએ દરોડા પાડ્યા હતા.પરંતુ આ સ્થળોએ ન તો અનિલ દેશમુખ મળ્યા કે કેના તેમના પત્ની આરતી દેશમુખ મળ્યા.ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

અનિલ દેશમુખ કે તેમના પરિવારના કોઈ સભ્ય મળ્યા ન હતા

અનિલ દેશમુખ કાટોલના ધારાસભ્ય છે.ઇડીના દરોડા દરમિયાન તેમના સમર્થકો તેમના કાટોલ અને વડવીહિરાના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને નારેબાજી કરી રહ્યા હતા.તેઓ પોતાની નારેબાજીમાં એ કહી રહ્યા હતા કે તપાસના નામે અનિલ દેશમુખને ઉત્પિડન – હેરાન પરેશાની કરવામાં આવી રહી છે. સમર્થકો બંને મકાનોની બહાર મોટી સંખ્યામાં દેખાયા હતા પરંતુ અનિલ દેશમુખ કે તેમના પરિવારનો કોઈ સભ્ય મળ્યા ન હતા.

ઇડીને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે અનિલ દેશમુખ

અત્યારે અનિલ દેશમુખ મની લોન્ડરિંગ અને 100 કરોડની ખંડણીના કેસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી) ના રડાર પર છે.અત્યાર સુધી ઇડીએ અનિલ દેશમુખને ત્રણ વખત સમન્સ પાઠવ્યું છે.આ ઉપરાંત તેમના પુત્ર ઋષિકેશને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે.તેમને દક્ષિણ મુંબઈની ઇડીની ઝોનલ ઓફિસમાં પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું.પરંતુ પિતા અને પુત્રએ જુદા જુદા કારણોસર પૂછપરછ માટે ઇડીની ઓફિસમાં આવવા અસમર્થતા વ્યક્ત કરી હતી.ગત સપ્તાહે અનિલ દેશમુખની પત્ની આરતી દેશમુખને પણ સમન અપાયું હતું.તેમણે પણ વૃદ્ધાવસ્થા અને તબિયતના બહાને આવવાની ના પાડી.આવી સ્થિતિમાં રવિવારે અનિલ દેશમુખની શોધમાં ઇડીએ તેમના બે સ્થળો પર સ્થિત પૈતૃક ઘરે દરોડા પાડ્યા હતા.ત્યાં પણ અનિલ દેશમુખનો પરિવાર મળ્યો ન હતો.અનિલ દેશમુખનો ફોન પણ નોટ રિચેબલ બતાવી રહ્યો છે.

ગયા અઠવાડિયે ઇડીએ અનિલ દેશમુખની 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી

ગયા અઠવાડિયે ઇડીએ મોટી કાર્યવાહી કરી અને અનિલ દેશમુખની 4 કરોડ 20 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી.તેમાંથી એક મુંબઇના વરલીમાં સ્થિત એક ફ્લેટ હતો અને બીજી નવી મુંબઈને અડીને આવેલા રાયગઢ જિલ્લાના ઉરણ વિસ્તારમાં જમીન હતી.વરલીનો ફ્લેટ અનિલ દેશમુખની પત્ની આરતી દેશમુખના નામે છે.તેની માર્કેટ વેલ્યુ 1.54 કરોડ રૂપિયા છે.2006 માં ઉરાનની જમીન 2.67 કરોડમાં ખરીદી હતી.આ જમીન પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામે ખરીદવામાં આવી છે.આ કંપની પર દેશમુખના બે પુત્રો ઋષિકેશ અને સલીલ દેશમુખનું સંચાલન છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ જમીનની માર્કેટ વેલ્યુ 300 કરોડ રૂપિયા છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સંપત્તિઓને જપ્ત કર્યા પછી અનિલ દેશમુખ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

કેમ શોધી અનિલ દેશમુખની શોધી રહી છે ઈડી?

આ વર્ષની શરૂઆતમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે ફરિયાદ કરી હતી કે અનિલ દેશમુખ મદદનીશ પોલિસ ઈન્સ્પેક્ટર સચિન વાજે સહિત મુંબઈ પોલિસ અધિકારીઓનો ઉપયોગ મુંબઇના રેસ્ટોરન્ટ્સ અને બારમાંથી હપ્તા વસૂલી માટે કહી રહ્યા છે.તેમણે પોલિસ અધિકારીઓને 100 કરોડ વસૂલીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.પરમબીરસિંહની ફરિયાદ પર અને બોમ્બે હાઇકોર્ટના નિર્દેશ મુજબ સીબીઆઈ અને ઇડીએ દેશમુખની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. અને કાર્યવાહી શરૂ કરી દીધી.

હાલના સમયે, અપડેટ એ છે કે રવિવારે દરોડામાં ઇડીની ટીમે દેશમુખનું કામકાજ જોનારા દિવાન પવન દેશમુખને કસ્ટડીમાં લીધા છે.તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ તપાસમાંથી કંઈક મહત્વપૂર્ણ માહિતી બહાર આવે છે તેના પર દરેકની નજર સ્થિર છે.

Share Now