શિલ્પાના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી : કોર્ટે 23 જૂલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો, કરતો હતો ગોરખધંધા

246

બોલિવૂડ અભેનત્રી શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પ્રોપર્ટી સેલે અશ્લીલ ફિલ્મો બનાવવા અને અમુક એપ દ્વારા તેના પ્રકાશિત કરવાના મામલે સોમવારે ધરપકડ કરી હતી.પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયેલા રાજ કુંદ્રાને કોર્ટે 23 જૂલાઈ સુધી પોલીસ રિમાંડ પર મોકલ્યો છે. સોમવારે રાતે ધરપકડ બાદ આજે રાજ કુંદ્રાને આ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યુ હતું કે, રાજ કુંદ્રા આ સમગ્ર ગોરખધંધામાંથી પૈસા કમાઈ રહ્યો હતો.

Share Now