નવસારી : ઈઝરાઈલ સોફ્ટવેર પેગાસસ દ્વારા રાજનેતાઓ અને પત્રકારો સહિત અંદાજે 300 લોકોની જાસુસી થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.જેને લઈને ભારતીય રાજકારણ ગરમાયુ છે.
જાસૂસીમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાનું નામ પણ સામે આવી રહ્યું છે.ત્યારે આ મુદ્દે નવસારીની મુલાકાતે આવેલા પ્રવીણ તોગડિયાએ પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેમણે જાસૂસી પાકિસ્તાની એજન્ટની થાય છે.પ્રવીણ તોગડિયા સાથે પ્રેમ નહીં પણ તેના અવાજ સાથે પ્રેમ છે. જેથી મારો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે.તેવો કટાક્ષ કર્યો હતો.